ભાજપના મહિલા કોર્પોરેટર અને હેલ્થ કમિટીના સભ્યને જ વેક્સિન પર વિશ્વાસ નથી? વોટ્સએપમાં મેસેજ શેર કર્યો, વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે

સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સામેનું અમોઘ શસ્ત્ર વેક્સિન છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદી પણ વેક્સિન લેવા માટે સૌ કોઈને અપીલ કરે છે. તેમજ પોતે પણ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી પણ વેક્સિન લેવા માટે દરેક લોકોને વિનંતિ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના મહિલા સભ્ય અને ભાજપના કોર્પોરેટર એવા મંજુલા ઠાકોરે વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે એવો વોટ્સએપ મેસેજ શેર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મને ખબર નથી આ કોણે પોસ્ટ કરીઃ મંજુલા બેન
અમદાવાદ શહેરના સરસપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનની હેલ્થ કમિટિના સભ્ય મંજુલાબેન ઠાકોરે વોટ્સએપ ગ્રુપમાં વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે એવું લખેલો એક ફોટો શેર કર્યો છે. આ મામલે કોર્પોરેટર મંજુલાબેનને જણાવ્યું હતું કે મારો ફોન હું ગમે તે વ્યક્તિને આપી દઉ છું. ગ્રુપમાં મેં આ પોસ્ટ કરી નથી. મને ખબર નથી આ કોણે પોસ્ટ કરી દીધી છે.

કોરોના એ મોટું ષડયંત્ર છેઃ મંજુલા ઠાકોરે શેર કરેલો મેસેજ
વોટ્સએપમાં સરસપુર- રખિયાલ પરિવાર નામના ગ્રુપનો એક સ્ક્રિનશોટ વાઇરલ થયો છે, જેમાં ભાજપના સરસપુર વોર્ડના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોર દ્વારા વેક્સિન ન લેવાને લઈ એક મેસેજ શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, વેક્સિન કોઈ ના લેશો, કોરોનાની રસી લીધા પછી મોત નિશ્ચિત છે. કોરોના એ મોટું ષડયંત્ર છે, તમે આગળ મેસેજ ફોરવર્ડ કરજો. તમારી કુળદેવીના સોગંદ છે.

આ વિવાદ ધ્યાને આવતાં અમે મંજુલાબેનનો ખુલાસો માગ્યો હતો. તેમણે એવી સ્પષ્ટતા કરી છે કે, મારાં છોકરાંઓએ રમતાં રમતાં આ મેસેજ ફોરવર્ડ કર્યો હોય તેવું લાગે છે. – ભાસ્કર ભટ્ટ, મ્યુનિ. ભાજપ પક્ષના નેતા

ભાજપના જ કોર્પોરેટરને વેક્સિન પર વિશ્વાસ નથી?
કોર્પોરેટર મંજુલાબેનની બે દિવસ પહેલા જ કોર્પોરેશનની હેલ્થ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ હેલ્થ કમિટી સમગ્ર અમદાવાદ શહેરના આરોગ્યનું ધ્યાન રાખવા માટે બનાવવામાં આવી છે. પરંતુ હેલ્થ કમિટીના જ સભ્યો દ્વારા આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું ખુદ ભાજપના જ કોર્પોરેટરને વેક્સિન પર વિશ્વાસ નથી??

શું આમ કોરોના સામે જંગ જીતીશું?
આમ જેને આરોગ્યની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓને જ કોરોના વેક્સિન અંગે આ પ્રકારના મેસેજ પોસ્ટ કરવા કે નહીં તેની સમજ લાગતી નથી.જો હેલ્થ કમિટીના સભ્ય જ કોરોના વેક્સિન સામે સવાલો ઉઠાવવા લાગશે તો કોરોના સામેની જંગ કેવી રીતે જીતીશું. માત્ર એટલું જ નહીં, તેઓ અમદાવાદીઓના આરોગ્યની કેવી રીતે સંભાળ લઈ શકશે?

વેક્સિન લેનારનું 2 વર્ષમાં મોત થઈ જશેનો વાઈરલ મેસેજ પણ ફેક
તાજેતરમાં જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સિન લેવાના 2 વર્ષ પછી લોકોનું મોત થઈ જશે. સરકારી સંસ્થા પીઆઈબીના ફેક્ટ ચેકમાં આ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબિત કરવામાં આવ્યો હતો. પીઆઈબીએ આ સંબંધિત એક ટ્વિટ કરીને આ મેસેજને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ દ્વારા કહ્યું છે કે, અત્યારે જે પણ વેક્સિન આપવામાં આવી રહી છે તે સુરક્ષિત છે, તેનાથી કોઈ પણ પ્રકારનું જોખમ નથી.

વિશેષજ્ઞો વેક્સિન લગાવવા પર જોર આપે છે. તેમના મતે હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે આપણે આપણી 70% વસ્તીમાં એન્ટીબોડીઝ વિકસિત કરવાની જરૂરિયાત છે. એવામાં એન્ટીબોડીઝ વેક્સિનેશથી ડેવલપ થઈ શકે છે કે પછી ઈન્ફેક્શનના માધ્યમથી. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ વેક્સિનેશન કોરોનાનો ડેથ રેટ ઘટાડવામાં મદદગાર રહેશે. પરંતુ તેને લીધા બાદ કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. ડોકટર્સનું માનવું છે કે જો વેક્સિન લેનાર વ્યક્તિ પોતાની તંદુરસ્તી પ્રત્યે સાવધાન નહીં રહે તો વેક્સિન પછી પણ કોવિડની ઝપેટમાં આવી શકે છે.

વિશેષજ્ઞએ ચેતવણી આપી છે કે, જો કોરોના વાયરસનો પ્રકોપ લાંબા સમય સુધી રહ્યો તો તેના ખતરનાક સ્વરૂપ સામે આવતા રહેશે. આ વેરિયેન્ટ વેક્સિનોની અસરનો પણ સામનો કરી શકે છે. 40% વસતીને વેક્સિન આપી ચૂકેલા અમેરિકા જેવા દેશોમાં પણ જોખમ પેદા થઈ શકે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વાઈરલ ઈમ્યુનોલોજિસ્ટ માઈકલ ડાયમંડ કહે છે કે, વાયરસનું ચક્ર તોડવાનો એકમાત્ર રસ્તો ભારત જેવા દેશોમાં પૂરતું રસીકરણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો