અમદાવાદનો આર્મી જવાન લેહ લદ્દાખમાં શહીદ, તિરંગામાં લપેટાયેલ દીકરાને જોઈ પરિવારજનો હિબકે ચઢ્યા

ફરી એક વખત અમદાવાદના અમરાઈવાડીનો આર્મી જવાનનું મૃત્યું થયું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીના જવાનનું લેહ લદ્દાખમાં ફરજ બજાવતો હતો, અને ઘણા લાબાં સમયથી તે બીમારીથી પીડાતો હતો. જે જવાનનું મૃત્યુ થયું છે.

અમદાવાદના અમરાઈવાડીનો જવાન બિમાર હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી બેંગ્લુરુમાં સારવાર હેઠળ હતા. ત્યારબાદ બે દિવસ પહેલા લશ્કરી હોસ્પિટલમા મૃત્યુ નીપજતા તેમના નશ્વર દેહને અમરાઈવાડી ખાતે લાવવામા આવ્યો છે.

લશ્કરની પાંખના સાથી જવાનો અધિકારીઓ સાથે બેંગ્લોરથી લશ્કરની ગાડીમા જવાનને (હરિશચંદ્ર રામરાજ મોર્ય ઉંમર 40) શબપેટી રાખી તિરંગાનુ સન્માન આપવામાં આવ્યું હતું. જવાનના નશ્વર દેહને તેમના ઘરે લવાતા પરિવારજનો અને આસપાસના લોકો આ જવાનને અંતિમ વિદાય આપવા ભાવુક બન્યા હતા.

ભગવાન એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો