પ્રેમસંબંધનો આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: પ્રેમના અનેક ખેલ ખેલી પરિવારના સંબંધો નેવે મુકતી પરિણીતાએ અનેક પરિવાર ઉજાળ્યા

રાજ્યમાં હાલ પ્રેમસંબંધના કરૂણ અંજામ આવતી ઘટનાઓનો રાફડો ફાટ્યો છે. એવી કેટલીયે ઘટનાઓ સામે આવે છે કે પોતાની પત્ની બેવફાઈ કરતી હોવાનું જાણી પતિઓ આત્મહત્યા કરી લેતી હોય છે, ત્યારે અમદાવાદમાં હાલ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી. આ ગુનામા પોલીસે પત્નિ અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. જોકે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી પરિવારના સંબંધો નેવે મુકી ચુકી હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ બનાવ બાદ બે પરિવાર અને તેના બાળકોનું ભવિષ્ય રોડાઈ ગયું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં 14 દિવસ પહેલા ભરત મારુ નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ બાદ પોલીસે આત્મહત્યા માટે જવાબદાર પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. પોલીસે પ્રેમી જિગ્નેશ મકવાણા અને પત્નિ દક્ષા મારુની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી પત્નિએ કરેલા ખુલાસા બાદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.

આરોપી પત્ની દક્ષાની પુછપરછ કરતા સામે આવ્યુ કે, દક્ષા અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી ચુકી છે. દક્ષાના 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષા ગારિયાધારના એક યુવકના પ્રેમમાં હતી, જેથી તેમના છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી ત્યારે તેનો સંબંધ મ઼તક ભરત મારુ સાથે થયો. બાદમા તેમના લગ્ન પણ થયા અને 3 વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમા હતી અને તેની જાણ થતા દક્ષાના પતિ ભરત મારુએ આત્મહત્યા કરી હતી.

પતિની આત્મહત્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા પત્નિ અને પ્રેમીની ધરપકડ કરી છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભરતનુ મોત નિપજ્યું છે. દક્ષા તેની સજા જેલમા કાપશે સાથે તેનો પ્રેમી પણ જેલમા જશે. જોકે દીક્ષાનો 3 વર્ષનો પુત્ર અને પ્રેમના પોતાની પત્ની અને બે બાળકોનું ભવિષ્ય જોખમમા મુકાયું છે. કારણ કે 3 બાળકો પરથી માતા પિતાની છાયા છીનવાઈ છે. ત્યારે આ કેસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સંબંધના ખેલમા બે પરિવાર વિખેરાઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો