અમદાવાદમાં સગીરા સાથે પ્રેમ કરતા યુવકે ગુમાવ્યો જીવ, સગીરાના પરિવારે યુવકનું અપહરણ કરી નર્મદા કેનાલમાં ફેંક્યો

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સગીરા સાથેનો પ્રેમ સબંધ ભારે પડી ગયો. સગીરા અને યુવક (love with minor girl) બંને ફરવા ગયા હતા જેની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું અપહરણ (kidnapping) કરી લીધું અને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકને (Narmada canal) નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. હાલ પોલીસે (girl’s family arrestted) કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી જેમાં સાગરીના માતા પિતા, પિતરાઈ ભાઈ તથા સગીરના કાકાનો સમાવેશ થાય છે.

કૃષ્ણનગર પોલીસની ગિરફ્તમાં ઉભેલા ચારેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે. તમામ આરોપીઓએ પોતાની દીકરી સાથે પ્રેમ સબંધ રાખનારા યુવક જીજ્ઞેશસિંહનું ઇકો ગાડીમાં અપહરણ કરી તેને કેનાલમાં નાખી દીધા હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા આરોપીઓ તો ઝડપાયા પણ બીજી તરફ પોલીસ યુવકની શોધખોળ માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે.

પ્રેમ પ્રકરણમાં યુવક કે યુવતીની હત્યા કરાઈ હોય કે પછી અન્ય કોઈ રીતે નુકશાન પહોચાડ્યું હોય તેવા કિસ્સાઓ ગુજરાત બહારના રાજ્યોમાં બનતા હોવાની વાતો સામે આવતી રહી છે. પરંતુ કદાચ આવો કિસ્સો પહેલી વખત ગુજરાતમાં અને તેમાંય અમદાવાદ જેવા શહેરમાં બન્યો હશે કે જેમાં પ્રેમ કરનાર યુવકનું અપહરણ કરવામાં આવતું હોય અને તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે પ્રેમી યુવકને છોકરીના ઘરના સભ્યો જ મોતના ઘાટ ઉતારી નાખતા હોય છે.

મહત્વનું છે કે આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે લોકડાઉનની શરૂઆત દરમિયાન યુવક અને સગીરા એકબીજાના પ્રેમમાં પડયા હતા. કૃષ્ણનગર પોલીસે હાલ સગીરાના માતા પિતા છત્રસિંહ બીહોલા, વિભાબહેન અને દિલીપસિંહ તથા અજીતસિંહ સહીત ચારેય આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

જયારે બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા માટે થઈને કેનાલ ગોતાખોરો મારફતે રોજના બે થી અઢી કિલોમીટર સુધી તપાસ ચાલુ રખાઈ છે. પોલીસ માટે હવે યુવક અથવા તો યુવકની ડેડબોડી શોધવી રણ માં સોય શોધવા બરોબર થઇ રહેશે.

ત્યારે આ ઘટના પાછળ માત્ર પ્રેમ પ્રકરણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે બાબતે પણ તપાસ શરૂ છે. તો જ્યારે યુવકનો મૃતદેહ મળશે તો પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો