અમદાવાદમાં ડોક્ટરે હાથમાં ઈન્જેકશન મારી આપઘાત કરતા ચકચાર, દોઢ મહિના પહેલા સગાઈ તૂટી ગઈ હતી

અમદાવાદમાં આવેલ શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં હાથમાં ઈન્જેકશન મારીને આપઘાત કર્યો છે. જેમાં આત્મહત્યાનું કારણ અકબંધ છે. તથા દોઢ માસ પહેલા સગાઈ તૂટી જતા ડિપ્રેશનમાં હોવાથી આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. તેમજ પોલીસે આપઘાતને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

દોઢ મહિના પહેલા પાર્થની સગાઈ તૂટી ગઈ હતી
શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર પાર્થ પટેલે હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો છે. જેમાં પાર્થ પટેલ શારદાબેન હોસ્પિટલમાં એમડી પીડિયાટ્રિકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. અને બોયસ હોસ્ટેલમાં રહેતા હતા. આજે સવારે પાર્થના મિત્ર કામેશ તેના રૂમમાં ગયો ત્યારે પાર્થ બેભાન અવસ્થામાં જોવા મળ્યો. અને હાથમાં ઇન્જેસન લગાવ્યું હતું. કામેશએ ઘટનાને લઈને પાર્થના પરિવારને જાણ કરી છે. જ્યારે પાર્થને હોસ્પિટલમાં લઈ જતા તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. તેથી શહેરકોટડા પોલીસે આપઘાતને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડિપ્રેશનમાં હોવાથી આત્મહત્યા કરી હોવાની શક્યતા
પાર્થના આપઘાતથી હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓમાં શોક ફેલાયો છે. તથા શાંત અને હસમુખ એવા પાર્થ આપઘાત કેમ કર્યો તે અકબંધ છે. પરંતુ દોઢ મહિના પહેલા પાર્થની સગાઈ તૂટી ગઈ હતી. જેનાથી તે ડિપ્રેશનમાં રહેતો હતો. સગાઈ તૂટી જતા આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. તેમાં શહેરકોટડા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડોકટર પાર્થ પટેલે આત્મહત્યા ડિપ્રેશનના કારણે કરી કે કોઈ અન્ય કારણ છે. તેને લઈને પોલીસે પરિવાર અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. અને મૃતકનો મોબાઈલ FSLમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો