અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણું વેચતા 23 લોકો એક સાથે પોઝિટિવ
અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ ઓછાં થાય છે. અમદાવાદ કોટ વિસ્તાર સાથે દાણીલીમડા અને બહેરામપૂરા વિસ્તારને રેડ ઝોનમાં નાંખી દેવાયો છે. પરંતુ હવે અમદાવાદના પશ્વિમ ઝોન હવે ધીમે ધીમે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યો છે. પહેલાં નારણપૂરાના ગોપાલનગરમાં એકસાથે 14 કેસ આવ્યા બાદ હવે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શાકભાજી વિક્રેતા અને કરિયાણું વેચતાં લોકોનાં એકસાથે 23 કેસ સામે આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
અમદાવાદમાં અગાઉ શાકભાજીનાં ફેરિયાઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દ્વારા તેઓને સુપર સ્પ્રેડર્સ ગણાવી આવાં તમામ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદનાં ચાંદખેડામાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદખેડામા શાકભાજી અને કરિયાણાના 23 વેપારીઓને કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
23 જેટલાં સુપર સ્પ્રેડર્સને કારણે ચાંદખેડાવાસીઓમાં ભયનો માહોલ છે. આ 23 સુપર સ્પ્રેડર્સમાંથી શાકભાજીનાં વેપારીઓ હાઉસિંગ બોર્ડ, સ્નેહ પ્લાઝા રોડ, IOC રોડ અને ન્યૂ સીજી રોડ પર ઉભા રહેતા હતા. આ તમામ લોકોને કોરોના પોઝિટિવ આવતાં ચાંદખેડામાં અન્ય લોકોને પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી ગઈ છે. અને સુપર સ્પ્રેડર્સને કારણે ચાંદખેડામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં એકાએક ઉછાળો આવી શકે છે.
ચાંદખેડામાં જે દ્દ્શ્યો જોવા મળ્યાં તેમાં કેટલાંક લોકો ચાંદખેડાના પીઆઈ પર પણ આરોપ લગાવે છે કે કાયદાકીય રીતે તેઓ વિસ્તારમાં ધ્યાન નથી આપતાં. જેને કારણે લોકોને કાયદાનું પણ ભાન નથી. આવામાં જે 23 લોકોનાં કેસ પોઝિટિવ આવ્યા છે. તે તમામ લોકો પાસેથી જેણે શાકભાજી લીધું હશે તેમણે સામેથી તંત્રને જાણ કરવી પડશે. જો તેઓ નહીં કરે તો આખુંય પરિવાર કોરોના સંક્રમિત થઈ શકે છે.. આવા પરિવારે હેલ્પલાઈન 104ના માધ્યમથી અથવા તો નજીકનાં અર્બન હેલ્થ સેન્ટર પર જવાનું રહેશે.
કયાં વિસ્તારમાં પોઝિટીવ કેસ આવ્યા..?
ચાંદખેડામાં રજત સોસાયટી, આશુતોષ એપાર્ટમેન્ટ, એલ ટી જી 4, કિશન એપાર્ટમેન્ટ, સહાય રેસીડેન્સી, અંજની સોસાયટી, ઉમિયા ડેરી જનતાનગર અનમોલ રેસીડેન્સી, કિર્તીદેવ સોસાયટીમાં કેસ આવ્યા છે.. જેમાંથી આશુતોષ એપાર્ટમેન્ટમાં બે પુરુષ, અંજની સોસાયટી 38 વર્ષનો પુરુષ અને 10 વર્ષની બાળકીને કેસ પોઝિટીવ આવ્યો છે.. કિશન એપાર્ટમેન્ટમાં એખ જ પરિવારનાં 2 પુરુષ અને 1 સ્ત્રીનો કેસ પોઝિટીવ, સહાય રેસીડેન્સીમાં 40 વર્ષનો પુરુષ, અનમોલ રેસીડેન્સીમાં 20 વર્ષના પુરુષનો કેસ પોઝિટીવ સામે આવ્યો છે..ઉમિયા ડેરી કામ કરતાં પિતા પુત્રનો કેસ પોઝિટીવ આવ્યો છે.
કુલ 23 જેટલાં કેસમાં 20 જેટલાં કેસ એવાં છે જેઓ સ્નેહ પ્લાઝા, આઈઓસી રોડ, શિવશક્તિનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ, ન્યૂ સીજી રોડ, માનસરોવર રોડ, વેદમાતા સોસાયટી રોડ બહાર શાકભાજી વેચવાનું કામ કરતાં હતા. જ્યારે બાકીના કેસ કરિયાણું વેચનાર દુકાનનાં હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

