અમદાવાદમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે, ‘તારા સાસુ-સસરા કંઇ નથી કરતા, હું હોઉં તો મોઢે ડૂચો મારીને મારી નાખુ’, સાસરિયાઓએ ભૂવાધુણાવતા પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું…

નવા નરોડા શુકન એપાર્ટમેન્ટમાં બે પુત્રોની 30 વર્ષીય માતાએ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાસરીયાઓના ત્રાસ અને ભૂવા લાવી ધુણાવી પરિણીતાને પરેશાન કરતા તેણે અંતિમ પગલુ ભર્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ, સસરા, સાસુ અને નણંદ સહિતના સભ્યો સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે મહેસાણાના સિપોર ગામે રહેતા હસુમતીબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ભુમી લગ્ન બાદ નવા નરોડા ખાતે આવેલા શુકન એપોર્ટમેન્ટમાં રહેતા હતા. જમાઇ સૌરીન ઓઢવ ધનલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામે ટુલ્સનો વેપાર કરે છે. ભુમીએ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાપ વગરની હોવાથી કરીયાવર આપ્યું નથી. ભુમીના ભાઇને બોલાવી મારી નાંખવાનું પણ કહેતા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના સિપોર ગામમાં રહેતા હસુમતીબેન પટેલની પુત્રી ભૂમિતા ઉર્ફે ભૂમિના લગ્ન 2012ના વર્ષમાં અમદાવાદના યુવક સાથે થયા હતા. ભૂમિ લગ્ન બાદ તેના પતિ સાથે અમદાવાદના નવા નરોડામાં આવેલા શુકન ફ્લેટમાં રહેતી હતી. ભૂમિનો પતિ સૌરીન ઓઢવમાં ટુલ્સનો ધંધો કરે છે. શનિવારની રાત્રે હસુમતીબેનને ફોન આવ્યો હતો કે તેમની દીકરીએ આપઘાત કર્યો છે. જેથી તેઓ તાબડતોબ અમદાવાદ તેની દીકરીના ઘરે પહોંચ્યા હતા.

બાદમાં પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે મૃતકના પિયરિયા પક્ષની પૂછપરછ કરતા તેમણે સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

થોડા સમય પહેલા ઝઘડો થતાં ભૂમિ તેના પિયર જતી રહી હતી. બાદમાં સમાધાન માટે બંને પરિવારના લોકો ભેગા થયા હતા. આ સમયે ભૂમિના કાકા સસરાએ પણ કહ્યું હતું કે, તારા સાસુ-સસરા કંઇ નથી કરતા. હું હોઉં તો મોઢે ડૂચો મારીને મારી જ નાખુ. બાદમાં સાસરિયા પક્ષના લોકો ભૂમિને તેડી ગયા હતા.

જોકે, થોડા સમય બાદ ભૂમિને વળગાડ હોવાનું કહી મહેસાણા ખાતેના પીપળદર ગામમાં લઇ જઇને ત્યાં ગામ વચ્ચે ભૂવા ધૂણાવી દોરાધાગા કર્યા હતા. ભૂમિના આપઘાત મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીઓ સામે આઇપીસી 306, 498(ક), 323 અને 114 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો