કૃષિ કાયદાનો વિરોધ: વૉટર કેનન, ટીયરગેસ, લાઠીચાર્જ પણ ખેડૂતોને રોકી ના શક્યા, રેશન-પાણી સાથે પહોંચેલા ખેડૂતો બે મહિના સુધી લડી લેવાના મૂડમાં

કેન્દ્રના કૃષિ બિલ વિરુદ્ધ લાંબા સમયથી પંજાબ, હરિયાણામાં દેખાવ કરી રહેલા ખેડૂતો હવે અનાજ-પાણી સાથે દિલ્હી પહોંચી ગયા છે. પંજાબથી દિલ્હી કૂચના માર્ગે તેમણે ગત બે દિવસમાં હરિયાણા પોલીસના પડકારનો સામનો કરવો પડ્યો. દિલ્હી પોલીસે પણ તેમને સરહદે રોકવા વ્યવસ્થા કરી. છેવટે પોલીસે નમવું પડ્યું.

શુક્રવારે દિલ્હી પોલીસે તેમને રાજ્યમાં પ્રવેશની મંજૂરી આપી. ખેડૂતોને બુરાડી સ્થિત નિરંકારી મેદાન પર શાંતિપૂર્ણ રીતે ધરણાં કરવાની મંજૂરી અપાઇ છે. મીડિયાના અહેવાલ અનુસાર દેખાવકાર ખેડૂતો પાસે હજારો ટ્રેક્ટર-ટ્રકમાં બે મહિના સુધી ચાલે તેટલા અનાજની વ્યવસ્થા છે. તેઓ અહીં સુધી રોડના ખાડા, પોલીસના લાઠીચાર્જ, વૉટર કેનન, ટીયરગેસ સહિત અનેક પડકારો સહન કરીને પહોંચ્યા છે.

સરકાર વાતચીત કરવા તૈયાર : નરેન્દ્ર સિંહ તોમર

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. સરકારે જે કાયદો બનાવ્યો છે તે ખેડૂતોના ફાયદા માટે છે. આ મામલે જે ભ્રમ છે અમે તેને દૂર કરવા તૈયાર છીએ. 3 ડિસેમ્બરે ખેડૂત નેતાઓને આમંત્રણ આપ્યું છે.

દિલ્હીની કેજરી સરકારે સ્ટેડિયમને જેલમાં રૂપાંતરિત કરવાની પોલીસની માગ ફગાવી

દિલ્હી પોલીસે દેખાવકાર ખેડૂતોની વધતી સંખ્યાને જોતાં કેજરીવાલ સરકાર સમક્ષ 9 સ્ટેડિયમને અસ્થાયી જેલમાં રૂપાંતરિત કરવાની માગ કરી હતી. પણ સરકારે પોલીસની આ માગ ફગાવી દીધી. કેજરીવાલ સરકારે કહ્યું કે દેખાવકારો છે, કોઈ આતંકી નથી. તેમને પોતાની માગ માટે અવાજ ઊઠાવવાનો અધિકાર છે. તેના પછી દિલ્હી પોલીસના અધિકારીઓએ ખેડૂતોના નેતૃત્વ સાથે વાતચીત કરી હતી.

3 ડિસેમ્બર કેમ? સ્થિતિ બગડશે : કેપ્ટન અમરિન્દર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે ખેડૂતોનો અવાજ લાંબા સમય સુધી દબાવી નહીં શકાય. કેન્દ્ર સરકારે તાત્કાલિક વાતચીત શરૂ કરવી જોઈએ. તેના માટે 3 ડિસેમ્બર સુધીની રાહ કેમ જોવાઈ રહી છે. ત્યાં સુધી તો સ્થિતિ હાથમાં નીકળી જશે.

સત્ય માટે લડનારા ખેડૂતોને દુનિયાની કોઈ સરકાર નહીં રોકી શકે : રાહુલ

ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે વડાપ્રધાને યાદ રાખવું જોઇએ કે જ્યારે જ્યારે અહંકાર સત્ય સામે ટકરાય છે, પરાજિત થાય છે. સત્ય માટે લડી રહેલા ખેડૂતોને દુનિયાની કોઈ સરકાર રોકી નહીં શકે. મોદી સરકારે ખેડૂતોની માગ સ્વીકારવી જ પડશે. આ તો ફક્ત શરૂઆત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો