અમદાવાદમાં પતિએ ઓળખીતાને પત્નીનો મોબાઈલ રિપેરીંગ કરવા આપતા પત્નીએ રુપિયા અને આબરૂ બંને ગુમાવ્યા

અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા તથા એમ્બ્યુલન્સ સર્વિસમાં ફરજ બજાવતી 20 વર્ષીય પરિણીતાના સંપર્કમાં આવેલા પતિના ઓળખીતા મોબાઈલ રિપેરિંગ કરતા શખ્સે રિપેરિંગમાં આપેલા મોબાઈલમાંથી મહિલા તથા તેના પતિના અંગત ફોટો મેળવી લઈ બ્લેકમેઇલ કરવાનું શરું કર્યું હતું. શખ્સે વીડિયો કોલ ઉપર દબાણ કરી યુવતીને કપડા ઉતારવાની ફરજ પણ પાડી હતી અને તેના સ્ક્રીન શોટ લઈ લીધા હતા. જે દેખાડી પરિણીતાને બદનામ કરી દેવાની ધમકી આપી તેની પાસેથી રુપિયા પણ પડાવ્યા હતા. આ અંગે યુવતીએ સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે પોલીસ સૂત્રો અનુસાર ચાંદલોડિયા વિસ્તારમાં પતિ સાથે રહેતી 20 વર્ષીય યુવતી એમ્બ્યુલન્સ સર્વિસીસમાં નોકરી કરે છે તથા તેમની એમ્બ્યુન્સનો પોઇન્ટ પશ્ચિમ વિસ્તારમાં આવેલો છે. આજથી એકાદ વર્ષ અગાઉ તેઓ ખેરાલુના નાનો ભાટવાડો ખાતે રહેતા હતા. તેવામાં ખેરાલુમાં જ જૂના પોલીસ મથક પાસે બ્રાહ્મણી મોબાઈલ નામની દુકાન ધરાવી મોબાઈલ લે-વેચ કરતા તથા રિપેરિંગનું કામ કરતાં યોગેશ વિરાભાઈ પ્રજાપતિ તેમની પત્નીની ડિલિવરી માટે સોલા સિવિલ આવ્યા ત્યારે સંપર્કમાં આવ્યા હતાં. તેઓ યુવતીના પતિના ઓળકીતા હોવાથી ત્યારબાદ વાતો કરતાં હતાં.

જોકે આશરે 6 મહિના ઉગાઉ યુવતી ઘરે એકલી હતી ત્યારે યોગેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને કહેવા લાગ્યો કે હું તને પ્રેમ કરું છું તેમ કહી પકડીને શારીરિક સંબંધ માટે પ્રયાસ કર્યોહતો. જોકે યુવતીએ પ્રતિકાર કરતા ડરીને જતો રહ્યો હતો. જે બાદ થોડા સમય પછી યુવતીનો ફોન બગડતાં તેના પતિએ રિપેરિંગ માટે યોગેશને આપ્યો હતો. જેણે યુવતીના ફોનમાંથી બેકઅપ લઈને તેના પતિ સાથેની અંગતપળોના ફોટો મેળવી લીધા હતા.

આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને તે પરિણીતાને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. તથા સાસરી પક્ષના લોકોને પણ તેના ફોટો પહોંચાડી દેવાનું કહીને વીડિયો કોલ કરી યુવતી ઉપર દબાણ કરી તેના કપડા ઉતરાવી સ્ક્રીન રિકોર્ડિંગ કરી લીધું હોવાનો આક્ષેપ યુવતીએ ફરિયાદમાં કર્યો છે.

યુવતીના ફોટો પોતાની પાસે હોવાથી નફ્ફટની હિંમત વધી હતી અને યુવતીની એમ્બ્યુલન્સ જે જગ્યાએ હોય ત્યાં પણ તે પહોંચી જતો હતો અને નોકરી પૂરી થાય એટલે કારમાં બેસાડી પોતાની સાથે લઈ જઈ બીભત્સ હરકતો કરતો અને તેની સેલ્ફી પાડી લેતો હતો.

જે બાદ તાજેતરમાં ગુરુવારે યોગેશે યુવતીની નોકરીની જગ્યાએ જઈને ધમકી આપી રુપિયાની માગણી કરી હતી અને રુ. 30000 પડાવી લીધા હતા. જે બાદ ફરી રુપિયા 20000 ની માગણી કરી હતી. આખરે કંટાળી ગયેલી યુવતીએ હિંમત ભેગી કરીને શનિવારના રોજ સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો