પોલીસ બાદ હવે હોમગાર્ડના જવાનો પણ તોડબાજીમાં સક્રિય, NRI પાસેથી દારૂની બોટલો અને રૂપિયા પડાવ્યાંની ઘટના સામે આવી

અમદાવાદ શહેરમાં નાગરિકોને લૂંટવામાં ગુનેગારો જ નહિ પરંતુ હવે પોલીસ અને હોમગાર્ડ જવાનો પણ લૂંટારુના વ્યાખ્યામાં આવી ગયા છે. તાજેતરમાં જ ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. 9000 પડાવ્યાની ઘટના તાજી છે ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે ભરબપોરે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. સનગલાસ અને ઈયરપોડ પણ લઈ લીધા હતા. ઊંઝાના NRIએ રૂબરૂ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી રજૂઆત કરી હતી. ઝોન 5 ડીસીપીને અરજી આપ્યા બાદ 1 મહિનાની તપાસના અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને હોમગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આંખની હોસ્પિટલ સામે ધરતી સોસાયટીમાં રહેતાં સ્નેહલભાઈ જશુભાઈ પટેલ (ઉ.વ.43) હાલમાં અમેરિકા રહે છે. સ્નેહલભાઈ અવારનવાર તેમના પરિવારજનોને મળવા માટે ઊંઝા ખાતે આવતા રહે છે. સ્નેહલભાઈ ડિસેમ્બર મહિનામાં અમેરિકાથી મુંબઈ આવ્યા અને વિલે પાર્લએ ઈસ્ટ ખાતે હોમ કોરન્ટાઈન થયા હતા. 10 ડિસેમ્બરના રોજ સ્નેહલભાઈ તેમના સાળા પ્રતિક પરીખની કાર લઈ મુંબઈથી સવારે ઊંઝા આવવા નીકળ્યા હતા.

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલટેક્સ પાસે બપોરે પહોંચ્યા ત્યારે ખાખી કપડામાં રહેલા બે શખ્સે તેમની કાર રોકી ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા તેઓએ આપ્યું હતું. બન્ને શખ્સે સ્નેહલભાઈને સાઈડમાં ઉભા રહેવા જણાવી કારમાં તપાસ શરૂ કરી હતી. સ્નેહલભાઈ તેઓને ડ્યૂટી ફ્રી શોપમાંથી કાયદેસર ખરીદેલી દારૂની બોટલ બેગમાં હોવાનું સામે ચાલીને કહ્યું હતું. ખાખી કપડામાં રહેલા શખ્સોએ ગાડી જમા લેવી પડશે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે કેસ થશે. તેવી વાતો કરી સ્નેહલભાઈને ડરાવી દીધા હતા.

સ્નેહલભાઈને બન્નેએ પતાવટ કરવી પડશે તેમ કહી ડરાવી દારૂની બે બોટલ, રોકડ રૂ.18 હજારની રકમ પડાવી અને કહ્યું કે, જતા રહો સાહેબની ગાડી આવશે. આથી સ્નેહલભાઈ કાર લઈને નીકળી ગયા હતા. ઊંઝા પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ પછી તેઓને ધ્યાને આવ્યું કે, કારમાં મૂકેલા સનગ્લાસ, વાયરલેસ ઈયરપોડસ અને લેધર બેલ્ટની પણ ખાખી યુનિફોર્મમાં રહેલા પોલીસ જેવા લાગતા શખ્સોએ ચોરી કરી લીધી છે.

સ્નેહલભાઈએ બે દિવસ બાદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને રૂબરૂ મળી પોતાની સાથે બનેલી ઘટનાની રજૂઆત કરી હતી. કમિશનરે ઝોન 5 DCP અચલ ત્યાગીને લેખિત અરજી આપવા જણાવ્યું હતું. 1 મહિનાની તપાસ અંતે DCP ઝોન 5 ઓફિસના સ્ટાફે સ્નેહલભાઈને હોમગાર્ડના ફોટો બતાવતા તેઓએ પૈસા પડાવનાર બે આરોપીને ઓળખી લીધા હતાં. હોમગાર્ડ જવાન રવિ દુરાઈસ્વામી ગ્રામીણ અને સુરેશ બાબુરાવ જાદવ (બન્ને રહે, ભગવનદાસની ચાલી, ભાઈપુરા) હોવાનું બહાર આવતા રામોલ પોલીસે બન્ને હોમગાર્ડ જવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો