દુનિયાની 3 મોટી વેક્સીનનાં ટ્રાયલનું સ્ટેટસ: ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ

સોમવારે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોના વેક્સીન અર્થાત રસીના પ્રથમ હ્યુમન ટ્રાયલના પરિણામ જાહેર કર્યાં છે. ટ્રાયલમાં રસીના સારા પરિણામ મળવાથી દુનિયાને વધુ 2 વેક્સીન માટે આશાઓ વધી છે. ઓક્સફર્ડ સિવાય બીજી વેક્સીન ચાઈનીઝ ફાર્મા કંપની કેનસિનો બાયોલોજિક્સની છે, જેનું ત્રીજું ટ્રાયલ ચાલી રહ્યું છે. કેનસિનો વેસ્ટર્ન ફાર્માને પાછળ ધકેલી દુનિયાની પ્રથમ વેક્સીન તૈયાર કરવાના પ્રયાસમાં છે. ત્રીજી વેક્સીન જર્મન કંપની બાયોએનટેકની છે. આ તમામ વેક્સીન ક્યા ટ્રાયલમાં છે અને તેના કેવા પરિણામો મળ્યા આવો જાણીએ…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ત્રણ મોટી વેક્સીનનાં ટ્રાયલનું સ્ટેટસ
પ્રથમ: ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ

  • ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રથમ હ્યુમન ટ્રાયલના પરિણામો સામે આવ્યા છે. ‘ધ લાન્સેટ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, આ વેક્સીન સુરક્ષિત અને અસરકારક છે. આ પરિણામ જાહેર થયા બાદ ઓક્સફર્ડની વેક્સીન ફ્રન્ટરનર વેક્સીનના લિસ્ટમાં આવી ગઈ છે.
  • ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલાં ટ્વીટ અનુસાર, ઓક્સફર્ડની AZD1222 નામની રસી સારો ઈમ્યુન રિસ્પોન્સ આપે છે. વેક્સીન ટ્રાયલમાં સામેલ ટીમને કોઈ ચિંતા કરવા લાયક વાત જોવા મળી નથી. વેક્સીનથી સ્ટ્રોન્ગ રિસ્પોન્સ મળ્યો છે.

બીજી: ચાઈનીઝ કંપની કેનસિનોએ 2 ટ્રાયલ પૂરા કર્યા

  • કેનસિનો બાયોલોજિક્સ દુનિયાની એ કંપનીઓમાંથી એક છે જેણે મે મહિનામાં પ્રથમ ટ્રાયલના પરિણામ જાહેર કર્યા હતા. કંપનીએ ત્રણમાંથી 2 ટ્રાયલ પૂરા કર્યા છે. ત્રીજું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સીનનું નામ Ad5-nCOV રાખવામાં આવ્યું છે. કંપનીએ તેને ચાઈનીઝ આર્મી સાથે મળી તૈયાર કરી છે. સંશોધકોએ સોમવારે જણાવ્યું હતું કે, કેનસિનો વેક્સીનનું હ્યુમન ટ્રાયલ 508 લોકો પર કરવામાં આવ્યું છે. ટ્રાયલમાં જોવા મળ્યું કે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આગામી ટ્રાયલમાં મોટા પાયે તેનું પરીક્ષણ થશે. આ વેક્સીનથી એન્ટિબોડી સાથે શરીરમાં T-સેલ્સ પણ વિકસિત થયા છે.
  • ચીનમાં અન્ય એક વેક્સીનનું ત્રીજું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયું છે. તેને ચીનની કંપની સાઈનોફાર્મ CNBGએ તૈયાર કરી છે. WHOમાં રજિસ્ટ્રેશન બાદ આ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત UAEના શેખ અબ્દુલા બિન મોહમ્મદ અલ હમદે કરી છે. UAEમાં આશરે 200 દેશોના લોકો રહે છે. તેથી વેક્સીનના ટ્રાયલની અનુમતિ મળી આપવામાં આવી છે. આ ટ્રાયલમાં 15 વોલન્ટિયર્સ ભાગ લઈ રહ્યા છે.

ત્રીજી: જર્મન કંપની બાયોએનટેકની વેક્સીન ટ્રાયલમાં સુરક્ષિત સાબિત થઈ

  • ત્રીજી અને અગત્ય વેક્સીન જર્મનીની બાયોએનટેક ફર્મ અમેરિકાની ડ્રગ કંપની ફાઈઝર સાથે મળીને તૈયાર કરી રહી છે. વેક્સીનનું ટ્રાયલ 60 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું છે. પરિણામમાં જોવા મળ્યું કે તે સારો ઈમ્યુન રિસ્પોન્સ આપે છે. અમેરિકામાં થયેલાં તેનાં ટ્રાયલમાં પણ સારા પરિણામ મળ્યા છે.
  • કંપનીના જણાવ્યા અનુસાર, ટ્રાયલના આંકડાઓ બતાવે છે કે આ વેક્સીન કોરોનાવાઈરસનો નાશ કરતાં T-સેલ્સ રિસ્પોન્સ વધારે છે. આ સેલ્સ સંક્રમણના ફેલાવાને રોકે છે. નિષ્ણાતો અનુસાર સુરક્ષિત અને શ્રેષ્ઠ વેક્સીન 12થી 18 મહિનામાં તૈયાર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો