કોરોનાને હળવાશથી લેતા લોકો સાવધાન, કોરોનાથી સાજા થયેલા લોકોને મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે

કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે, તેમ સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.

સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો.ઈલાબહેન ઉપાધ્યાયે કહ્યું કે, બે મહિનામાં ૪૪ દર્દી આવા આવ્યા, જેમાં મોટ ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.

કોરોના વાયરસથી સાજા થયેલા અને ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારીથી પીડાતાં દર્દીઓએ એન્ટી બોડી જનરેટ થઈ ગઈ છે, હવે કંઈ નહિ થાય તેવું માનવાની જરૂર નથી, ઉલટાનું વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કોરોનાને મ્હાત આપનારા દર્દીઓ હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારીમાં સપડાઈ રહ્યા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દી આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે. સિવિલના તબીબે કહ્યું કે, આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

૧૯ દર્દીઓએ આંખની રોશની ગુમાવી

કોરોનાથી સાજા થયેલા દર્દીમાં શરદી થયા બાદ સમસ્યા થાય છે, અત્યાર સુધીમાં સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી ૪૩ ટકા એટલે કે ૧૯ દર્દીઓને આંખમાં દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે, આ રોગનો ફેલાવો એક દર્દીના મગજમાં થયો છે. વિદેશમાં આ બીમારીથી મૃત્યુ દર ૫૦ ટકા જેટલો રહ્યો છે, સિવિલ હોસ્પિટલમાં ૨૦ ટકા આસપાસ છે.

કોરોનાએ દેખા દીધી એ પહેલાં વર્ષે એક બે કેસ આવતાં પણ છેલ્લા બે માસમાં ૪૪ કેસ

સિવિલના તબીબે કહ્યું કે, કોરોના આવ્યો તે પહેલાં વર્ષે મ્યુકર માઈકોસીસના એક કે બે કેસ આવતાં હતા, પરંતુ કોરોના પછી છેલ્લા બે મહિનામાં સિવિલમાં ૪૪ કેસ સામે આવ્યા છે. આ દર્દીઓ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસન્થાન અને મધ્ય પ્રદેશમાંથી સારવાર માટે આવી રહ્યા છે.

ડાયાબિટીસ, બ્લડ કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટવાળા દર્દીઓ સૌથી વધુ અસરગ્રસ્ત

આ બીમારી એક વ્યક્તિથી બીજામાં નથી ફેલાતી પરંતુ હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય કે પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી તેઓ મ્યુકર માઈકોસીસના શિકાર થઈ રહ્યા છે. ઈન્ફોટેરેસીના બી ઈન્જેક્શનથી ઈલાજ કરીએ છીએ. આ ઈન્જેક્શન ત્રણ પ્રકારના છે, જેમાં લિપિડ, લાઈપોલાઈઝ અને કોલાઈડ બેઝ ઈન્જેક્શન હોય છે.

ગુજરાતમાં ૪૫ લાખ જેટલા લોકોને ડાયાબિટીસની બીમારી

ICMRના એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૪૫ લાખ જેટલા લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે, શહેરી વિસ્તારોમાં વસતિના ૧૦.૩ ટકા, ગ્રામ્ય વિસ્તારોમાં ૫.૧ ટકા એટલે કે રાજ્યમાં કુલ ૭.૧ ટકા લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. મ્યુકર માઈકોસીસની બીમારીના જે કેસો સામે આવ્યા છે તેમાં મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીસવાળા હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો