ગુજરાતથી ટ્રેનમાં યુપી પહોંચેલા શ્રમિકોને થયો કડવો અનુભવ, બોલ્યા આના કરતાં તો ગુજરાત સારું હતું

લોકડાઉનમાં ગુજરાતથી પોતાના વતન યુપી જવા તરસી રહેલા શ્રમિકોને ત્યાં પહોંચતા જ કડવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનમાં કાનપુર પહોંચેલા નરેશ યાદવ અને કમલ યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતથી તેઓ યુપી તો પહોંચી ગયા, પરંતુ રેલવે સ્ટેશનથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં સરકારે હાથ અદ્ધર કરી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાત સરકારે તેમની પાસેથી 500 રુપિયા લીધા હતા, પરંતુ સામે તેમને તેટલા જ મૂલ્યની રેલવે ટિકિટ આપી હતી. રેલવે સ્ટેશન સુધી પહોંચવા ફ્રીમાં બસની સુવિધા કરી અપાઈ હતી. તેઓ યુપી પહોંચ્યા ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું હતું. પરંતુ યુપીમાં ઉતરતા જ આખીય સ્થિતિ બદલાઈ ગઈ હતી.

નરેશ યાદવે જણાવ્યું હતું કે પહેલા તો તેમની ટ્રેન આગ્રા જવાની હતી, પરંતુ બાદમાં તેમને કાનપુર ઉતારવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશનથી તેમને એક રુમમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોની ટીમે તપાસ કરી હતી. તેમને ત્યારપછી એક સ્કૂલમાં રખાયા હતા. અહીં તેમને માત્ર ચાર પૂરી અને શાક જમવા માટે અપાયા હતા. સાંજે તેમને માત્ર ખિચડી મળી હતી, અને સવારે લિટ્ટી સાથે મરચા અપાયા હતા.

ગુરુવારે બપોરે આખરે ફરી ચેકઅપ થયા બાદ તેમને લેખિતમાં જણાવાયું હતું કે તેમને કોરોનાનો ચેપ નથી લાગ્યો, અને તેઓ પોતાના ઘરે જઈ શકે છે. જોકે, કાનપુરથી પોતાના વતન બલિયા જવાની કોઈ વ્યવસ્થા છે કે નહીં તે પૂછતા તેમને અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લો.

સરકારે ઘર સુધી પહોંચાડવાનો ઈનકાર કરી દેતા આ તમામ શ્રમિકો ભેરવાયા હતા. તેમની પાસે ખિસ્સામાં એકેય રુપિયો નહોતો બચ્યો. તેમણે મહામુશ્કેલીએ એક ટેમ્પોવાળાને શોધ્યો, અને બે હજાર રુપિયામાં બલિયા પહોંચવાનું નક્કી થયું. ટેમ્પોવાળાને પૈસા પણ ગામડે પહોંચીને અપાયા. જોકે, એક જ ટેમ્પોમાં 15 લોકોએ સવાર થઈને જવું પડ્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગ માત્ર કાગળ પર રહી ગયું.

ગુજરાતથી યુપી ગયેલા અભિષેક સિંહે જણાવ્યું હતું કે, તેમને આંબેડકરનગર જિલ્લામાં જવાનું હતું. સરકારી બસ તેમને અડધે રસ્તે મૂકીને જતી હતી, અને ગામ સુધી પહોંચવા તેમને બે કલાક ચાલવું પડ્યું હતું. ગામડે પહોંચીને પણ તેમને એક સ્કૂલમાં 14 દિવસ રહેવાનું હતું. અહીં જમવાનું તેમજ પીવાનું પાણી પણ તેમના ઘરેથી આવે છે. યુપી સરકારે ક્વોરન્ટાઈન કરાયેલા લોકો માટે ખાવાપીવાની કશીય વ્યવસ્થા નથી કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો