એકના એક પુત્રના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં સવારના સમયે પતિ-પત્નીએ સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો. પતિ પત્નીના ગળે ફાંસો ખાધેલી હાતલમાં મળી આવ્યાં હતાં.જેથી આ અંગ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

એકના એક પુત્રના મોત બાદ તણાવમાં રહેતા હતાં

આપઘાત કરી લેનાર ભરત બાબુલાલ પટેલ અને તેમની પત્ની પલ્લવી ભરતભાઈ પટેલના એકના એક દીકરા પ્રેમનું 22 વર્ષની વયે બ્લડ કેન્સરના કારણે ચાર મહિના અગાઉ 16મી જૂનના રોજ અવસાન થયું હતું.દીકરાના મોત બાદ એકલવાયું જીવન જીવતા પતિ પત્ની ભારે તણાવમાં રહેતા હતાં. તણાવમાં ગરક થયેલા પતિ પત્નીએ સામૂહિક આપઘાત કરી લીધો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

સુસાઈડ નોટ મળી આવી

સ્થાનિકોએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્નેના મૃતદેહો ઉતાર્યા હતાં. બાદમાં પોલીસે તપાસ કરતાં એક સુસાઈડ નોટ મળી હતી. સુસાઈડ નોટમાં મૃતકોએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા દીકરાના મોત બાદ એકલતા અનુભવતા હોવાનું અને મોત બાદ અંગદાન કરી દેવાનો ઉલ્લેખ પણ સુસાઈડ નોટમાં મળી આવ્યો છે.

જ્વેલરી શોપ ચલાવતા

તાલુકો જિલ્લો પાટણના ગજા ગામના વતની ભરતભાઈ બાબુલાલ પટેલ ભટાર સર્વોદય સ્કૂલ સામે જવેલરી શોપ ચલાવતા હતાં.દીકરાને ફેસબુક પર શ્રધ્ધાંજલિ આપીને આત્મહત્યા કરી લીધી હતી.મંદિના કારણે છેલ્લા એકાદ વર્ષથી જ્વેલરીની શોપ બંધ રાખતાં હતાં.

ફેસબુકમાં શ્રધ્ધાંજલિ આપી આપઘાત

ભરતભાઈએ આપઘાત કરતાં અગાઉ દીકરાને ફેસબુકમાં શ્રધ્ધાંજલિ આપી હતી. દીકરાના ફોટો પર ચોથી માસિક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલિ એવું લખ્યું હતું. દીકરાનું મોત 18મી જૂન અને પિતા અને માતાએ પણ રાત્રિના એક વાગ્યે પોસ્ટ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો