કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થયા બાદ નબળાઈ અનુભવી રહ્યા છો? તો નબળાઈને દૂર કરવા માટે આટલું અચૂક કરો

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં રોજના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને આ સાથે બેડ તેમજ ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, 80 ટકા કરતાં વધુ કોવિડ-19 દર્દીઓ ઘરે જ સાજા થઈ જાય છે. તેથી, જો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવે તો તરત જ હોસ્પિટલમાં ધસી ન જવાની સલાહ આપવામાં આવે છે. કોરોના સંક્રમિત થવા પર સૌથી પહેલા વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને નક્કી કરવું જોઈએ કે, તેમને હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂર છે કે પછી હોસ્પિટલમાં દાખલ થવાની.

જો કે, કોવિડ-19થી રિકવર થયા બાદ દર્દીઓ અન્ય એક તકલીફનો સામનો કરે છે અને તે છે નબળાઈ. હળવા લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીઓને રિકવર થવામાં બે અઠવાડિયાનો સમય લાગે છે જ્યારે મધ્ય અથવા ગંભીર રીતે સંક્રમિત થયેલા દર્દીઓને રિકવર થવામાં ચાર અઠવાડિયા જેટલો સમય લાગે છે. પરંતુ રિકવર થયા બાદ મોટાભાગના લોકોને શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે, હેલ્ધી ખોરાક અને ઝડપથી રિકવર થવા માટે પોતાને હાઈડ્રેટ રાખવું.
જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં જ કોવિડ-19થી રિકવર થયો છે અને શરીરમાં નબળાઈ લાગી રહી છે તો અહીંયા તેના માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે.

અલગ-અલગ પ્રકારના ફળ ખાઓ
દિવસની શરુઆત ફ્રૂટની પ્લેટ સાથે કરો જેમ કે, દાડમ, ઓરેન્જ, સફરજન અને પપૈયું. જો તમને બીજા કોઈ ફળ ભાવતા હોય તો તે પણ સામેલ કરી શકો છો. તમે ફ્રૂટ જ્યૂસ પણ પી શકો છો, જે તમને નબળાઈથી મુક્તિ અપાવવામાં મદદ કરશે. જો શક્ય હોય તો સવારે ફ્રૂટ ખાઓ અને સાંજે ફ્રૂટ જ્યૂસ પીવો.

ગરમ દૂધ પીઓ
રાતે સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી હળદર ઉમેરીને પીઓ. દૂધ હાડકાને મજબૂતી આપવાનું અને શરીરને નબળાઈથી બહાર કાઢવાનું કામ કરે છે.

શાકભાજી ખાઓ
શાકભાજી ખાવા શરીર માટે જરૂરી છે. બપોરે અને રાતે વ્યક્તિએ અલગ-અલગ પ્રકારના શાકભાજી ખાવા જોઈએ. આ સિવાય પાલક, ટામેટા તેમજ બીટનો જ્યૂસ પણ પી શકો છો. આ મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે.

પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક લો
હેલ્ધી અને ઝડપથી રિકવરી માટે પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે. એવી વસ્તુઓ ખાઓ જે પચવામાં સરળ હોય.

નાસ લો
દિવસમાં બેથી ત્રણ વખત નાસ લેવાથી શરદી, ઉધરસમાં રાહત મળશે.

અન્ય બાબતો ધ્યાનમાં રાખો

મલ્ટિવિટામિન્સ
ડોક્ટરની ભલામણ પ્રમાણે મલ્ટિવિટામિન્સ, વિટામિન સી અને ઝિંકની ગોળીઓ રાખો. કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે તેથી દવા લેવાનું બંધ ન કરો. મલ્ટિવિટામિન્સ લેવાથી શરીરમાંથી વિશુદ્ધ પદાર્થો બહાર થાય છે.

હાઈડ્રેટ રહો
આ સ્થિતિમાં શરીર હાઈડ્રેટ રહે તે જરૂરી છે અને તેથી જ પૂરતી માત્રામાં પાણી પીઓ. પાણી સિવાય તમે નારિયેળ પાણી અને જ્યૂસ પણ પી શકો છો.

પોતાના પણ દબાણ ન લાવશો
કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ પોતાના પર પ્રેશર ન લેશો. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કેટલીક સમસ્યાઓ રહે છે. તેથી થોડુ-થોડુ ચાલો અને થોડા દિવસ માટે એક્સર્સાઈઝ ન કરશો.

ડિસ્ટન્સ જાળવો
રિકવરી બાદ પણ, ઓક્સિજન લેવલ ચેક કરતા રહો અને થોડા દિવસ માટે પરિવારના સભ્યોથી દૂર રહો. ઘરે માસ્ક પહેરો અને રિપોર્ટ નેગેટિવ આવ્યાના 10 દિવસ સુધી આરામ કરો.

પોઝિટિવ રહો
તમે યોદ્ધા છો અને ગંભીર સંક્રમણ સામે લડ્યા છો. પરંતુ ઘણીવાર, રિકવર બાદ તમને તણાવ અને ડિપ્રેશન જેવું લાગે છે. તેથી તમારી માનસિક હેલ્થનું ધ્યાન રાખો, દવા લેવાનું ભૂલશો નહીં. એ કામ કરો જે તમને પોઝિટિવ રહેવામાં મદદ કરે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો