શિયાળામાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા: વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

દુનિયાભરમાં કોરોના સંક્રમણ (Coronavirus) ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી (Twindemic) જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. પબ્લિક હેલ્થથી જોડાયેલા એક્સપર્ટ મુજબ આ શિયાળો તમારા મારે ખરાબ સમાચાર લઇને આવી શકે છે. કોવિડની સાથે જ સીઝનલ ફ્લૂ પણ તબાહી મચાવશે. જે માટે લોકોને તૈયાર રહેવાની જાણકારી આપવામાં આવી છે. આ સ્થિતિને વૈજ્ઞાનિકોએ ટિનડેમિક કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ શિયાળાના વાતાવરણમાં સીઝનલ ફ્લૂ ખૂબ જ સામાન્ય બિમારી છે. અને મોટાભાગના હોસ્પિટલો આ સમયે દર્દીઓથી ભરાયેલા હોય છે. જો કે આ વર્ષે હોસ્પિટલો પહેલાથી જ કોવિડ 19ના દર્દીઓથી ભરાયેલી છે. તેવામાં સીઝન ફ્લૂ આવતા દર્દીઓની સારવારની મુશ્કેલી વધવાની સંભાવના છે. વળી તે વાત પણ એટલી જ સાચી છે કે કોવિડ 19 અને સીઝનલ ફ્લૂના શરૂઆતી લક્ષણો એક જેવા છે.

સીઝનલ ફ્લૂથી બચવા માટે ફ્લૂ શોર્ટ આપવામાં આવે છે. જે દર વર્ષે સંભવ નથી. તેવામાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. એક્સપર્ટનું કહ્યું છે કે ફ્લૂના લક્ષણ જેમ કે તાવ, શરદી,કફ, ગળામાં દુખાવો, શરીર તૂટવું આ બધુ થવાની સંભાવના છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ફ્લૂના લક્ષણ અને કોવિડ એક જેવા જ લક્ષણ છે. આમાં કોવિડ સંક્રમણનો ખતરો અનેક ધણો વધી જાય છે. અને ફ્લૂની ઝપેટમાં આવેલ વ્યક્તિને કોરોના સંક્રમણ થવાની સંભાવના પણ રહે છે જે ધાતક સાબિત થઇ શકે છે.

આ વાતે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ટ્વિનડેમિકને લઇને ચિંતા જાહેર કરી છે. ફ્લી શોર્ટ આપવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. અમેરિકામાં સેન્ટર ફોર ડિઝિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે જણાવ્યું કે અમે મોટી કંપનીઓને કહી રહ્યા છે કે તે ફ્લૂ શોર્ટ આપવાનું અભિયાન ચલાવે. CDC દર વર્ષે હોસ્પિટલમાં 5 લાખ ડોઝ આપે છે. પણ આ વખતે સ્થિતિને જોતા પહેલા જ 9.3 મિલિયન ફ્લૂ શોર્ટનો ઓર્ડર પહેલાથી આપવામાં આવ્યો છે. અમેરિકા પછી બ્રિટનના વૈજ્ઞાનિકો પણ આ જ વાત પર ભાર આપી રહ્યા છે.

બ્રિટનમાં પીએં બોરિસ જોનસને સ્થિતિને જોતા ફ્લૂ શોર્ટનું કેમ્પેન શરૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પણ અનેક વિસ્તારો ફ્લૂ શોર્ટ કેમ્પેન શરૂ કર્યું છે. CDC મુજબ અમેરિકામાં આ વર્ષે સીઝનલ ફ્લૂના 39 મિલિયનથી લઇને 56 મિલિયન સુધી કેસ સામે આવી શકે છે. લગભગ 7 લાખ 40 હજાર લોકોને હોસ્પિટલની જરૂર પડશે. જ્યારે 62 હજાર લોકોની મોત પણ થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો