અમેરિકા-યુરોપ બાદ સુરતમાં જોવા મળ્યો બાળકોમાં હ્રદયનું પમ્પીંગ ઘટાડતી MIS-Cની બીમારીનો પ્રથમ કેસ
કોરોના સંક્રમણ હાલ ફેલાઈ રહ્યું છે ત્યારે અમેરિકા અને યુરોપમાં બાળકોમાં દેખાતી ગંભીર MIS-C(મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન)નો સુરતમાં સામે આવ્યો છે. હ્રદયનું પમ્પીંગ ઘટાડી દેતા ગંભીર લક્ષણો સાથે 10 વર્ષના બાળકમાં MIS-C નામની બીમારી જોવા મળી. જેથી તબીબોએ બાળકની સાત દિવસ સારવાર કરીને તેને ફરી તંદુરસ્ત કર્યું છે. વિશ્વમાં માત્ર 240થી વધુ કેસ હોવાની સાથે ગુજરાતનો આ પ્રથમ કેસ હોવાનો દાવો તબીબોએ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બાળકમાં બીમારીના લક્ષણ દેખાયા
MIS-C બીમારી અંગે ડો.આશિષ ગોટીએ જણાવ્યું છે કે, સુરતમાં રહેતા 10 વર્ષીય બાળકની તબિયત લથડતા તેને સારવાર અર્થે લાલ દરવાજા જીવનદીપ કોમ્પ્લેક્સ ખાતે આવેલી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને 5 દિવસથી તાવ આવવાની સાથે નબળાઈ, ખાંસી, ઉલટી, ઝાડા અને આંખો તથા હોઠ ખૂબ જ લાલ હતાં. બાળકની તપાસ કર્યા બાદ બાળકમાં MIS-Cની બીમારી હોવા અંગે શંકા ગઈ હતી. જેથી તેણે સુરત અને મુંબઈના તબીબો સાથે ચર્ચા કરી હતી. પરંતુ આ બીમારી વિષે વધુ જાણકારી મળી નહોતી. પરંતુ આ બીમારી MIS-C હોવાનું જાણવા મળ્યું હતું. આ બીમારી અત્યાર સુધી અમેરિકા અને યુરોપના યુકે જેવા દેશોમાં જ આ પ્રકારની બીમારી જોવા મળી હતી. ખાસ કરીને સુરતમાં આ પહેલો કેસ હતો.
બીમારીમાં હ્રદયનું પમ્પીંગ ઘટી જાય
MIS-C નામની આ બીમારીમાં બાળકના હ્રદયનું પમ્પીગ ઓછુ થઈ જાય છે.હ્રદયને લોહી આપતી કોરોનરી ધમનીમાં ફુલાવો થતા હ્રદય હુમલાની શક્યતા વધે છે. જેનું યોગ્ય નિદાન થવું જરૂરી છે. આ 10 વર્ષીય બાળકને હ્રદયનું પમ્પીગ માત્ર 30 ટકા જેટલું જ હતું.જેથી બાળકની સાત દિવસ સુધી ડો.આશિષ ગોટી અને અન્ય તબીબોએ સારવાર કરી હતી. જેમાં સાત દિવસમાં બાળકને ફરી સ્વસ્થ કરવામાં સફળતા મળી છે.
MIS-C બીમારીના લક્ષણો
MIS-Cના લક્ષણો અંગે ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, જે બાળકોને કોરોના નજીકના સમયમાં થઈ ગયો હોય તેની લિંક આ રોગ સાથે જોવા મળી છે.ન્યૂયોર્કમાં 191 કેસ લંડનમાં 51 કેસ દેખાયા તે બધા બાળકોને ડાયરેક્ટ ઈનડાયરેક્ટ કોરોના થયો છે. આ રોગ કાવાસાકી રોગને પણ મળતો આવે છે.આ બીમારી મોટા ભાગે બાળકોમાં જ થાય છે. 3 થી 20 વર્ષની વય સુધીના લોકોમાં આ પ્રકારની બીમારી જોવા મળે છે. આ બીમારીમાં હ્રદયના ધબકારા વધવા, ઝાડા ઉલટી, પેટમાં દુઃખવું, શરીર પર લાલ ચાંઠા પડવા, આંખો લાલ થવી, હાથ પગની ચામડીઓ ઉખડવી આ પ્રકારના લક્ષણો દેખાય તો આ MIS-C બીમારી હોવાની શક્યતા રહેલી છે.
વાલીઓ જાગૃત થવા અપીલ
ડો.આશિષ ગોટીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બીમારી વિષે વાલીઓ જાગૃત થાય તે જરૂરી છે. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે. બાળકને આ પ્રકારની બીમારી કે લક્ષણો દેખાય તો સારવારમાં રાહ ન જોવી. જેમ બને તેમ જલ્દી બાળકની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. સુરતમાં આ પ્રકારની બીમારીનો બાળક સારવાર થયા બાદ સ્વસ્થ થયાનો આ પ્રથમ કિસ્સો છે અને વાલીઓએ પણ સજાગ રહેવાની જરૂર હોવાનું ડો. આશિષ ગોટીએ અપીલ કરતાં જણાવ્યું હતું.
કોરોના પછીની બીમારી
કોરોના થાય પછી આ બીમારી ફેલાતી હોવાનું કહેતા ડો. ગોટીએ ઉમેર્યું કે, કોરોનાને જેટલું અટકાવી શકીએ તેટલું જ આ બીમારીને પણ અટકાવી શકાય છે. આ બીમારીનો કોઈ ટેસ્ટ કરાતો નથી. પરંતુ લક્ષણોના આધારે બીમારી સામે આવે છે. જેથી સાત કે આઠ દિવસની સારવાર કે પછી જરૂરીયાત મુજબની સારવાર આપીને બાળકને સ્વસ્થ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

