રાજકોટની ભણેલી ગણેલી છોકરી સાથે લગ્નના 2-3 મહિના પછી પતિએ ‘હું અમેરિકન અને તું દેશી આપણો મેળ નહીં પડે’ એમ કહીને તરછોડી દીધી

રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ ઉપર પિયરમાં રહેતા દર્શનાબેન હાર્દિકભાઈ કેશવાળા નામના પરિણીતાની ફરિયાદ પરથી મૂળ સુરતના અને હાલ મુંબઈ રહેતા પતિ હાર્દિક સામે ત્રાસની ફરિયાદ નોંધાઈ છે. પતિએ લગ્ન બાદ પત્નીને ત્રાસ આપતા કહ્યું હતું કે, તું ઇન્ડિયન છે અને હુ અમેરિકન છું. આથી આપડે બંને સાથે નંહી રહી શકીએ. ત્યાર બાદ પતિ ઘર છોડીને ભાગી ગયો હતો.

દર્શનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા એક વર્ષથી પિયરમાં રહું છું. મેં M.com સુધી અભ્યાસ કર્યો છે. મારા લગ્ન 15 ડિસેમ્બર 2014ના રોજ સુરત મુકામે વિનોદરાય કેશવાળાના દિકરા હાર્દિક સાથે જ્ઞાતીના રીતરિવાજ મુજબ થયા હતાં. અમારે આ લગ્નજીવન દરમ્યાન કોઇ સંતાન નથી. મારા પતિ નાનપણથી જ તેમના માતા-પિતા સાથે અમેરિકામાં રહેતા હતા. તેમણે તેમનો અભ્યાસ પણ અમેરિકામાં પુર્ણ કર્યો હતો અને તેઓ ત્યા બેંકમાં નોકરી કરતા હતા. જો કે બાદમાં તેઓ અમેરિકાથી નોકરી મુકીને ભારતમાં સ્થાયી થવા આવી ગયા હતા. મારા વિધવા માતા તથા નજીકના સગાઓએ અમારા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા સાસુ-સસરા અમેરિકા રહેતા હોવાથી તેઓ અહીં હાજરી આપી શક્યા ન હતા. ત્યારબાદ મારા લગ્ન સુરત મુકામે ધામધુમથી કરેલા. આ સમયે મારા સાસુ-સસરા અમેરિકાથી આવેલા અને ત્યારબાદ બધા સુરત ચારેક મહિના રોકાયા હતા. બાદ મારા સાસુ-સસરા અમેરિકા પરત જતા રહ્યા અને અમે પતિ-પત્ની સુરતમાં બે ત્રણ મહિના રોકાયા બાદ રાજકોટમાં ધંધા માટે સેટલ થયા હતા. અમે રાજકોટમાં ભાડેથી રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202, નારાયણનગર મેઇન રોડ, સુભાષચંદ્ર બોઝ સ્કૂલની સામે ચારેક વર્ષ સાથે રહ્યા હતા.

દરમ્યાન મારા પતિ મને કહેતા કે તારો અને મારો સ્વભાવ મેચ નહીં થાય તું ઇન્ડિયન છે અને હું અમેરિકન છું. આથી આપડે બંને સાથે નહીં રહી શકીએ. ત્યારબાદ હું ઘરે ન હતી ત્યારે મારા પતિ મને જાણ કર્યા વિના તેમનો તમામ સામાન લઇને ઘરેથી જતા રહ્યા અને હું ઘરે આવી ત્યારે મને ખબર પડી કે મારા પતિ ઘરે નથી અને ઘરે તાળું મારેલ હતુ. આથી મે તેમને ફોન કર્યો તો મારા પતિએ કહ્યું કે હું બે-ત્રણ દિવસમાં પાછો આવી જઇશ. પરંતુ તેઓ પરત આવ્યા નહીં.

ત્યારબાદ મારા પતિ કે તેમના પરિવાર તરફથી કોઇ જવાબ આવ્યો નહી અને હું મારા પતિ જતા રહ્યા બાદ પણ ભાડાના મકાનમાં જ રહેતી હતી. હું આઠ-નવ મહિના ત્યાં રહ્યા બાદ ત્યાંથી ઘર ખાલી કરી મારા માવતરના ઘરે રહેવા આવી ગઇ. મારા પતિનો કોઇ જવાબ ન આવતા મેં મહિલા પોલિસ સ્ટેશન અરજી કરી હતી. ત્યાં મારા પતિ જવાબ લખાવવા આવ્યા અને કહ્યું કે મારે તારી સાથે નથી રહેવું. જેથી મહિલા પોલીસ મથકમાં પરિવાર સાથે આજે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો