સુરતની યુવતી અમેરિકામાં 13 મહિનાની ટ્રેનિંગ લઈને બની પાયલોટ, બાળપણમાં એર હોસ્ટેસના હાથે ચોકલેટ લેતા ડરતી હવે પ્લેન ઉડાવશે

કહેવાય છે કે, બંધ આંખે જોયાલા સપના સાકાર કરવા માટે ખુલ્લી આંખે મહેનત કરવી પડતી હોય છે. આવી જ અથાક મહેનત અમેરિકાની ધરતી પર 13 મહિના કરીને સુરતની ધ્રુવી મગનભાઈ ચોડવડીયા પાયલોટ બની છે. ધોરણ 12 પછી તેણે પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને તેની જાણ તેના પિતાને કરી હતી. ત્યારબાદ તેણે પાછળ ફરીને જોયું નથી. કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ બનીને મુંબઈ વાયુદૂત એકેડેમીમાં ભણીને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ લેવલે પાસ કરીને ઈન્ડિગો એર લાઈન્સમાં સિલેક્ટ થયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ધ્રુવી મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના હાલરિયા ગામના વતની છે. દિલ્હી DGCA ખાતે ધ્રુવીએ 3 એક્ઝામ આપી હતી. જેમાં તેણે રેડીયો ટેલિફોનિ લાયસન્સ પણ મેળવ્યું છે. જેમાં પાર્ટ-1 અને પાર્ટ-2 ની પરીક્ષા પાસ કરવાની હોય છે. તે ખૂબ જ જટિલ પરીક્ષા પૈકીની એક હોય છે. જે પણ તેણે સરળતા પૂર્વક પાસ કરી લીધી હતી. ત્યારબાદ તેનું ઈન્ડિગો કેડેટ પાઈલોટ પ્રોગ્રામમાં સિલેક્શન થયું હતું. યુ.એસ.એ ખાતે કાઈ બોન એલન એકેડેમીમાં 13 મહિનાની ટ્રેનિંગ ત્યાં પૂર્ણ કરી હતી. જેમાં ત્રણ તબક્કામાં લાયસન્સ પ્રાપ્ત થાય છે. પ્રાઇવેટ લાયસન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ લાયસન્સ અને કોમર્શિયલ પાયલોટ લાયસન્સ. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તે કયું એર ક્રાફ્ટ આવી શકશે. તેની પસંદગી તેણે જાતે જ કરવાની હોય છે અને તેના માટે પણ અલગથી તેના અભ્યાસ કરવાનો હોય છે. ધ્રુવી ચોડવડીયા એર બેઝ 322 એર ક્રાફ્ટ ઉડાવશે.

ધ્રુવી ચોડવડીયા એ જણાવ્યું કે, જ્યારે ત્રણ વર્ષની હતી, ત્યારે મને ફ્લાઈટમાં બેસવાનો પણ ડર લાગતો હતો. મને યાદ છે કે, હું નાની હતી ત્યારે જ્યારે પણ ટ્રાવેલિંગ કરતી હતી. તે સમયે એરહોસ્ટેસ મને ચોકલેટ આપતા તો પણ તેમના હાથેથી ચોકલેટ લેતી ન હતી. ત્યારે મને ક્યાં ખબર હતી કે, હું જ ફ્લાઈટ ઉડાવવા આગળ જવાની છું. વિમાન જ્યારે પોતે હું જાઉં છું આકાશમાં ત્યારે મને અનહદ આનંદ થાય છે. ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યા બાદ પણ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે મેં મારી પરીક્ષાઓ પણ પૂર્ણ કરી છે અને ટ્રેનિંગ પણ પૂર્ણ કરી છે. આજે ગર્વ થાય છે વિદેશની ભૂમિ ઉપર ફ્લાઇટ ઉડાવી રહી છું.

અમારા ફેમિલીમાંથી ક્યારેય કોઈએ પાયલોટ બનવાનું વિચાર્યું ન હતું. ધોરણ 12 પાસ કર્યા બાદ મારા પિતાને પાઇલટ બનવાની મારી ઈચ્છા છે. એવું કહ્યું હતું. મારા પિતા મારા સૌથી સારા મિત્ર છે. એમણે એક પણ શરમ સંકોચ રાખ્યા વગર તેમણે કહ્યું હતું કે, હા ચોક્કસ આપણે એના માટેના પૂરતા પ્રયાસો કરીશું. જ્યારે હું ટ્રેનિંગ લેતી હતી, ત્યારે સૌથી વધારે ફોન કરીને પપ્પાને હેરાન કરતી હતી. નાનામાં નાની વાત એમને શેર કરતી હતી અને દરેક બાબતોનું એમના પાસેથી માર્ગદર્શન લેતી હતી.

સૌથી સારી બાબત એ હતી કે, હું જ્યારે પણ ઈન્ટર્વ્યૂ આપવા ગઈ હતી. ત્યારે એમણે મને એક જ વાત કીધી હતી કે, ઇન્ટર્વ્યુમાં સફળ થાય કે, નિષ્ફળ થાય કોઈ પણ ચિંતા ના કરતી. જો ઈન્ડિગોમા પાસ નહીં થવાય તો બીજે કોઈ એરલાઈન્સ કંપનીમાં નોકરી મળી જશે. એની ચિંતા ના કરતી ફક્ત આત્મવિશ્વાસ સાથે ઇન્ટર્વ્યુ આપજે. મારા માતા-પિતાને મારા પરિવારે મને ખૂબ જ સહયોગ આપ્યો છે, અને તેના કારણે આજે હું સફળતા પ્રાપ્ત કરી કરી શકી છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો