ઓછી મહેનત અને ઓછા પાણીના ઉપયોગથી વિકસીત કરી એરોબિક ડાંગરની ખેતી

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કૃષિક્ષેત્રે અનેક યોજના અમલીકરણ કરી છે. ત્યારે નવસારીના ચરીગામાના ભરતભાઈ પટેલે ઓછી મહેનત અને ઓછા પાણીનો ઉપયોગથી એરોબિક ડાંગરની ખેતી ઉભી કરતાં અન્ય ખેડૂતો એરોબિક ડાંગરનાં ખેતરની મુકાલાત મેળવે છે.

એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ચરીગામનાં ભરતભાઈ પટેલે વિકાસશીલ ખેડૂત તરીકે આગવી ઓળખ મેળવી પોતાના આંબાના એક વીધા ખેતરમાં એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી છે. એરોબિક ચોખા ઉગાડવાનો મોટો ફાયદો એ છે કે, આના માટે ઘરુવાડિયા તૈયાર કરવા, ખેતરોને પાણીમાં ડૂબાડવા, જમીન સમથળ કરવી તથા છોડ લગાડવાની જરૂરત નથી પડતી તેમજ પર્યાવરણને ખુબજ અનુકૂળ પણ છે, કારણ તેમાં ઓછી માત્રામાં મીથેન ઉત્સજર્ન થાય છે અને ઓછી કિંમતવાળો પાક ઉભા થતા તેમાં કિડા અને રોગ ખુબ ઓછા લાગે છે. જે સફળ ખેતીને નિહાળવા ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરની મુલાકાત મેળવી માહિતગાર થવા પામ્યા છે.

પાણીની સમસ્યાઓનો ઉકેલ

નાના અને સિમાંત ખેડૂતો માટે ઉચ્ચ ગુણવત્તા વાળા કૃષી ઉપકરણોની નિર્માતા અને જથ્થાબંધ વિતરક કિસાનક્રાફ્ટ લિમિટેડ કૃષી જલ સમસ્યાઓ ઉકેલવા ઇચ્છે છે. કર્ણાટક રાજ્યના બેગ્લુરુ શહેરમાં કિસાનક્રાફ્ટનાં તજજ્ઞો અને બેગ્લુરુ કૃષિ યુનીવર્સીટીનાં તજજ્ઞો મળી ઓછા પાણીમાં ડાંગર કરવાની જાત શોધી સફળ પરિષણ કરી આઇએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણીત આ કંપની તેના માટે પોતાની નવી તેમજ અનોખી કૃષી મશીનરી તથા એઓબિક ચોખાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ઇચ્છે છે. નાના ખેડાણવાળા સીમાંત ખેડૂતોના જીવનની ગુણવત્તા વધુ સારી કરવામાં લાગેલી કિસાનક્રાફ્ટ તેની આવક, પાક અને કૃષી ક્ષેત્ર વધારવામાં તેની મદદ કરે છે.

ઓછા વરસાદમાં લઈ શકાય પાક

એરોબિક ચોખાના દાણાની મદદથી કિસાનક્રાફ્ટનો ઉદ્દેશ સૂકા ક્ષેત્રોમાં ખેડૂતોની મદદ કરવાનો છે કે જેઓ પાણીની અછતથી પરેશાન છે. એરોબિક ચોખાના ફાયદા એ છે કે આમાં ડાંગરના પાકની તુલનાએ ૫૦ ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે અને ખાતર, કિટનાશક, શ્રમની કિંમત તથા ગ્રીનહાઉસ ગેસોના ઉત્સજર્નની માત્રા ઓછી થઇ જાય છે. એક કિલોગ્રામ ચોખા ઉગાડવા માટે જ્યાં ૫૦૦૦ લીટર પાણીની જરુરિયાત હોય છે ત્યાં એરોબિક ચોખાને ૨૦૦૦ થી ૨૫૦૦ લીટર પાણી જોઇએ છે. આ પાક ઓછા વરસાદવાળા વિસ્તાઓમાં પણ ઉગાડી શકાય છે. એરોબિક ચોખા સારા હવાવાળા ખેતરોમાં પાણી વિનાજ વાવી દેવાય છે. ખેતરોમાં પાણી નાંખવાની જરુરિયાત હોતી નથી. આને દાળ, શાકભાજી અને તેલીબિયાં સાથે પણ ઉગાડી શકાય છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવા પર આ માટીની સેહને સુધારે છે. એરોબિક ચોખા ઉગાડવાનો મોટો ફાયદો એ છે કે આના માટે છોડ તૈયાર કરવા, ખેતરોને પાણીમાં ડૂબાડવા, જમીન સમથળ કરવી તથા છોડ લગાડવાની જરુરત નથી પડતી. આ પર્યાવરણને ખુબજ અનુકૂળ પણ છે કારણ તેમાં ઓછી માત્રામાં મીથેન ઉત્સજર્ન થાય છે અને આ ઓછી કિંમતવાળો પાક પણ છે કેમકે તેમાં કિડા અને રોગ ખુબ ઓછા લાગે છે.

ખેતી સંબંધીત સમસ્યાઓમાંથી મળી શકે મુક્તિ

આ અંગે કિસાનક્રાફ્ટ લિમિટેડના જનરલ મેનેજર ડો. સમરેન્દ્ર શાહુએ જણાવ્યું કે, આ દેશ લાંબા સમયથી દુષ્કાળ અને ખેતીના ખોટા પ્રકારો જેવાકે કૃષી સંબંધી સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે. ભારતની અર્થવ્યવસ્થા પર આવી સમસ્યાઓની અસર ખુબ ઉંડે સુધી છે અને જો તેને રોકવામાં નહીં આવે તો તેનાથી દેશની વૃધ્ધી પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આજ કારણે અમે એરોબિક્સ ચોખાની ARB-6 નવી જાત વિક્સિત કરી છે જેમાં ૫૦ ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે પણ ઉપજ એટલી જ થાય છે. શાકભાજીનાં બિયારણ મુજબ વાવણી કરી ઓછા પાણી સાથે કિડા અને રોગની દવા નહિવત ઉપયોગ કરી ઓછા રોકાણ સાથે વધુ આર્થિક ઉપજ મળવા પામે છે …સાથે એરોબિક્સ ચોખાનો પ્રયોગ કરી કિસાનક્રાફ્ટ પાણીની અછતવાળા કર્ણાટકા, મઘ્યપ્રદેશ, છતીસગઢ, ઉતરપ્રદેશ ઓડીસા જેવા અનેક રાજ્યોમાં ખેડૂતોનો ખુબ મદદ કરી શકે છે. અને અન્ય રાજ્યો સાથે ગુજરાતના અમદાવાદ અને નવસારીના ચરીગામમાં એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી છે.

સુકી જમીનમાં સારો પાકો ઉભો થવા પામ્યો

નવસારી જીલ્લાના ચરીગામનાં પ્રગતિ શીલ ખેડૂત ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા ખેતરમાં પેહલા ડાંગરની ખેતી કરતા હતા પરંતુ ખેત મજૂરોનો અભાવ, પાણીની અછત સાથે ઘરુવાડિયા ઉભાકરી ફરી ડાંગરની વાવણી કરવામાં આવ્યા બાદ જીવાત અર્થે વધુ કાળજી રાખવી પડતી હતી જેથી આંબાની વાવણી સાથે શાકભાજી તરફ પલાયન થયા હતા પરંતુ માર્ગદર્શન મુજબ એરોબિક્સ ચોખાનાં બિયારણની વાવણી સમતલ જમીન પર એક વીઘામાં છ કિલો બિયારણ નાખી  વરસાદનું પાણી પર કરવામાં આવી છે અને હાલ આ સુકી જમીનમાં સારો પાકો ઉભો થવા પામ્યો છે આવનારા દિવસોમાં એક હજાર કિલો ડાંગર ઉભા થવાની આશમાંડી છે. – ભરતભાઈ પટેલ, ખેડૂત, ચરીગામ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો