રાજકોટમાં ગરમ મસાલામાં ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ, 465 કિલો જથ્થાનો નાશ કરાયો, મરીના નામે ફોતરા અને માટી, ધાણા અને જીરૂના બદલે વેસ્ટેજ દાંડલી, તજના નામે લાકડાનો છોલ

રાજકોટમાં મસાલામાં ભેળસેળના ચાલી રહેલા કૌભાંડ ઉજાગર થયા છે. મરચા, હળદર, જીરૂ, ધાણા અને રાઈમા સિન્થેટીક રંગની ભેળસેળ પકડાયા બાદ હવે ગરમ મસાલામાં પણ હલકી ગુણવતાની વસ્તુઓ નાખીને સુગંધી મસાલા તૈયાર કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહાપાલિકાની ફૂડ શાખાએ સુગંધ એન્ટરપ્રાઈઝ નામની કોઠારીયા ખાતે માલધારી ક્રોસિંગ પાસે આવેલી પેઢીમાંથી હલકી ગુણવતાના મસાલા તૈયાર કરતું કૌભાંડ પકડીને 465 કિલો મસાલા જેની કિંમત 58,920નો જથ્થો કબજે લઈને તેનો નાશ કરાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કોઠારીયા રોડ પર આવેલી  ‘સુગંધ એન્ટરપ્રાઇઝ’ (ઉત્પાદક પેઢી) ખાતે ફૂડ ખાતાએ તપાસ કરી હતી. જેમાં સુગંધ એન્ટરપ્રાઇઝ- ઉત્પાદક પેઢીના ભાગીદાર નિલેષભાઈ છગનભાઈ અમૃતિયાને પૂછપરછ કરતાં સ્થળ પર તેઓ ગરમ મસાલા, મરચું, હળદર, ધાણાજીરુંનું ઉત્પાદન કરી લૂઝ તથા ‘સુંગંધ’ બ્રાંડથી 5 વર્ષથી વેચાણ કરે છે.

આ ગરમ મસાલો બનાવવા ધાણા, જીરું, મરી, લવિંગ, બાદીયાન, જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેઓ દ્વારા ફેરિયાઓને વેચાણ કરવામાં આવે છે. વાસ્તવમાં સ્થળ પર ધાણાની ફોતરી 210 કેજી, જીરુંની ફોતરી 200 કેજી, મરી પાવડર ફોતરી 20 કેજી, લવિંગની કાંડી 10 કેજી, બાદીયાનની કાંડી 25 કેજી, આમ કુલ 465 કિલોગ્રામ જથ્થો (જેની કુલ કિમત રૂ. 58,920/- )જેવી હલકી કક્ષાની ચીજો વાપરી પ્રોસેસિંગ મશીનથી મેળવણી કરી હલકી કક્ષાનો ગરમ મસાલો બનાવતા હોવાનું પેઢીના માલિકે સ્વીકાર્યું હતું.

આ જથ્થાનું માર્કેટમાં વેચાણ ન થાય તે હેતુથી જપ્ત કરીને આજીડેમ ડંપિંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 મુજબ ગરમ મસાલો, જીરું, ધાણાના નમૂના લઈ સેમ્પલિંગ કાર્યવાહી કરવામા હતી.

સ્વાદ માટે નંખાતો આવો ગરમ મસાલો હાનિકારકઃ આરોગ્ય અધિકારી
મનપાના આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડે જણાવ્યું હતુ કે, હલકી ગુણવતાવાળા રો-મટિરીયલ્સથી બનતો ગરમ મસાલો હાનિકારક છે. લોકો આવા મસાલાનો ઉપયોગ કરે તો પેટની બીમારીની શકયતા વધી જાય છે.

બાસુંદી, પંજાબી શાક, આઈસક્રિમ સહિતના 37 નમૂના લેવાયા
મનપાની ટીમો દ્વારા આજે બાસુંદી મીઠાઇ (લુઝ) બાપા સીતારામ ડેરી ફર્મ -મોરબી રોડ જકાતનાક સામે ,બાસુંદી મીઠાઇ (લુઝ): પટેલ વિજય સ્વીટ્સ નમકીન, મોરબી રોડ જકાતનાક પાસે, જલારામ સોસાઇટી, ધાણા , જીરૂ, ગરમ મસાલા સુગંધ એન્ટરપ્રાઇઝ- વરુણ ઇન્ડ. એરિયા શેરી નં. -3, શેડ નં. 8, માલધારી ક્રોસિંગની અંદર, કોઠારીયા, રાજકોટ ખાતેથી નમૂના લેવાયા હતા

આ ઉપરાંત વેજ. મખ્ખનવાલા સબ્જી ઢાબા જંકશન- આલાબાઈનો ભઠ્ઠો, કિશાનપરા ચોક, મહિલા કોલેજ સામેની નમૂનો લઈ ચકાસવામા આવ્યો હતો.

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ દ્વારા શેઠનગર, માધાપર, જામનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 23 ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ કરતાં મસાલા, ઠંડાપીણાં, શેરડીનો રસ, દૂધ, આઇસક્રીમ તથા વપરાશમાં લેવાતા ખાદ્ય તેલ ના મળી કુલ 37 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો