ભાડે રહેતા લોકો હવે સરળતાથી આધાર કાર્ડમાં પોતાનું અડ્રેસ બદલી શકશે, UIDAIએ કર્યા નિયમોમાં ફેરફાર, જાણો વિગતે

કોઈ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજમાં કાયમી સરનામું આપવું એ ભાડા પર રહેતા લોકો માટે સૌથી મુશ્કેલ કામ હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ભાડા પર રહેતા લોકો માટે સરનામાંને અપડેટ કરવા એક નવી પ્રક્રિયા જણાવી છે. આ પ્રક્રિયામાં તમે રેન્ટ અગ્રીમેન્ટનો ઉપયોગ કરીને આધારમાં તમારું સરનામું બદલી શકશો. આ અગ્રીમેન્ટ પર તમારું નામ લખેલું હોવું જોઈએ.

આધારમાં રેન્ટ અગ્રીમેન્ટ અપડેટ કરવાની પ્રોસેસ

  • આધારમાં તમારું રેન્ટ અગ્રીમેન્ટ બદલવા તમારે તમારાં રેન્ટ અગ્રીમેન્ટને પહેલાં સ્કેન કરવું પડશે. ત્યારબાદ તે ડોક્યૂમેન્ટની PDF બનાવી આધારની વેબસાઇટ પર અપડેટ કરવાનું રહેશે.
  • આ રીતે આધાર કાર્ડમાં અડ્રેસ અપડેટ કરો
  • સૌ પ્રથમ, તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ હોમપેજ પર જોવા મળતા અડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઇન) પર ક્લિક કરો.
  • નવી વિન્ડોમાં અપડેટ અડ્રેસ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર દાખલ કરો અને લોગ ઈન કરો.
  • ત્યારબાદ તમને મોબાઇલ પર OTP (વન ટાઇમ પાસવર્ડ) મળશે.
  • OTP દાખલ કરો અને પોર્ટલ પર જાઓ.

આધાર સેન્ટર જઇને અડ્રેસ બદલી શકાય છે

આધાર અપડેશન અથવા કરેક્શન ફોર્મ UIDAIની વેબસાઇટ અથવા આધાર કેન્દ્રથી મેળવવું પડશે. આ ફોર્મ વેબસાઇટ પર ડાઉનલોડ સેક્શનમાં મળશે. આમાં, તમામ જરૂરી વિગતો ભરીને સેન્ટર પર સંબંધિત વ્યક્તિને આપવાની રહેશે. આ ઉપરાંત, તમે ફોર્મ પર તમારે જે ડિટેઇલ્સ અપડેટ કરાવવાની હોય તેનો ઉલ્લેખ કરવો પડશે. આધારકાર્ડની ફોટોકોપીની સાથે પાનકાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકોપી પણ આપવાની રહેશે. તમે આધાર કેન્દ્ર પર જઇને તમારું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ ID, ફોટો અને બાયોમેટ્રિક ડિટેઇલ્સ (ફિંગર પ્રિન્ટ અને આંખનું સ્કેનિંગ) અપડેટ કરાવી શકો છો.

અપડેટેશનમાં આટલો ચાર્જ લાગે છે

નામ, સરનામું, જેન્ડર, ઇમેઇલ ID, મોબાઈલ નંબર જેવી વિગતો અપડેટ કરવા માટે હવે 50 રૂપિયા લેવામાં આવશે. અગાઉ તેની ફી 25 રૂપિયા હતી. હવે બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે રૂ .50 ની ફી લેવામાં આવશે. આ ચાર્જમાં ટેક્સ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો