કમરના દુખાવાથી છુટકારો મેળવવા દૂધમાં આ 1 વસ્તુ ઉમેરીને પીવો, જડમૂળથી દૂર થશે કમરનો દુખાવો

કમર અને પીઠના દુખાવાની ફરિયાદથી આજકાલ ઘણા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. મોટાભાગના લોકોને કમ્પ્યૂટર સામે સતત બેસી રહેવાથી આ સમસ્યા થઇ શકે છે. જો કે આ દુખાવામાં દવાઓનો ઉપયોગ પણ કોઈ અસર કરતો નથી. તેથી આજે અમે એક એવો નુસ્ખો બતાવીશું જે આ તકલીફમાં ખૂબ અસરકારક સાબિત થાય છે અને તે છે લસણવાળુ દૂધ. આ દૂધનું સેવન કરવાથી અસ્થમા, ન્યૂમોનિયા, ટીબી, હ્રદયની સમસ્યાઓ, અનિંદ્રા, ગઠિયા, ઉધરસમાં પણ રાહત આપે છે.

સામગ્રી

  • લસણની કળીઓ- 5
  • દૂધ-1 કપ
  • મધ-2 નાની ચમચી

બનાવવાની રીત
– સૌ પ્રથમ લસણને ફોલી લો અને તેને અધકચરુ વાંટી લો.

– ત્યારબાદ ધીમા તાપ પર દૂધમાં લસણ નાખો અને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો. આ ઉપરાંત જો તમે દૂધને ઉકાળવા ન માંગો તો તમે દૂધ ગરમ કરીને તેમાં વાટેલુ લસણ પણ નાખી શકો છો.

– હવે તેને આ જ રીતે 2 કલાક માટે ઢાંકીને મુકી દો. આવુ કરવાથી લસણ પોતાની અસર દૂધમાં છોડી દેશે. પછી તેમાં મધ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

– તમે આને દિવસમાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘૂંટ-ઘૂંટ કરીને પીઓ.

– જો તમને ખૂબ વધારે કમરનો દુખાવો રહેતો હોય તો તમે આ દૂધને દિવસમાં 2 થી 3 વાર પણ પી શકો છો. જેથી તમને કમરના દુખાવાથી છુટકારો મળશે.

ધ્યાન રાખો

તમે આ વાતનું ધ્યાન રાખો કે, આ દૂધ ખૂબ ગરમ હોય છે તેથી તેને ઠંડીના દિવસોમાં લેવુ વધુ સારુ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો