કોરોના વાઈરસ સામેની લડાઈમાં અદાણી જૂથનુ રૂ. 100 કરોડથી વધુનું યોગદાન, ગુજરાતને રૂ. 5 કરોડનું દાન

દેશમાં કોરોના સામેની લડતમાં અદાણી જૂથે પણ મહત્વનુ યોગદાન આપ્યું છે. વડા પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. 100 કરોડ આપવા ઉપરાંત હાલમાં કપરી સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને સહાય કરી છે. ગૌતમ અદાણી દ્વારા ગુજરાતના મુખ્યમત્રી રાહત ફંડમા રૂ. 5 કરોડ આપ્યા હતા.

મુન્દ્રા પોર્ટના કામદારો માટે દૈનિક 1000 ફૂડ પેકેટ

અદાણી જૂથે એસવીપી હોસ્પિટલ અમદાવાદના હેલ્થ વર્કર્સ અને ડોકટર્સને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટસ) પૂરાં પાડયાં છે. અદાણી ફાઉન્ડેશનનો સ્ટાફ ગુજરાતમાં મુંદ્રા ખાતે રોજમદાર કામદારો અને ટ્રક ચલાવનારા માટે દૈનિક 1,000 ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યો છે.

અન્ય રાજ્યોમાં પણ આર્થિક સહાય કરી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં પણ રૂ. 1 કરોડનુ યોગદાન આપ્યું છે. જીલ્લા વહિવટી તંત્ર ગોડડા, ઝારખંડને 1 લાખ માસ્ક્સ આપવમાં આવ્યાં છે. અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફૂલુ જહાનો સક્ષમ આજીવિકા સખી મંડળની (પીજેએસએએસએમ) જૂથની 100 મહિલા કાર્યકરોને માસ્ક બનાવવાની પ્રવૃત્તિમાં જોડાઈ હતી.

છત્તીસગઢમાં અદાણી ફાઉન્ડેશન સંચાલિત સુરગુજાની મહિલા સહકારી ઉદ્યમી બહુઉદ્દેશીય સમિતીએ 15,000 માસ્કસ તૈયાર કર્યાં હતાં. આ માસ્ક હેન્ડ વોશની સાથે 10 ગામમાં વહેંચવામાં આવ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો