બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી
બોલિવૂડ જગતને રવિવારે સૌથી મોટો આંચકો લાગ્યો છે. બોલિવૂડનાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કરી લીધું. અત્યાર સુધી સુશાંતે કેમ આત્મહત્યા કરી તેનું કારણ સામે આવ્યું નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. અહેવાલ અનુસાર સુશાંતનાં નોકરે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.
સુશાંત સિંહ રાજપુતે એમ એસ ધોની, છિછોરે, કેદારનાથ સહિતની સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડ જગતમાં પોતાની જગ્યા બનાવી હતી. અભિનેતા બાંદ્રા ખાતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. નોકરાણીએ અભિનેતાને ઘરમાં લટકેલી મૃત હાલતમાં જોયો હતો. અભિનેતા માત્ર 35 જ વર્ષની ઉંમરનો હતો. સુશાંતે આત્મહત્યા કરી લીધો હોવાની જાણ થતા જ ફિલ્મ જગત અને તેના કરોડો ચાકહોમાં સન્નાટો છવાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ટીવી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી
સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી.
Bollywood Actor Sushant Singh Rajput commits suicide at his residence in Mumbai pic.twitter.com/Z6l5BzrmE5
— ANI (@ANI) June 14, 2020
‘કાઈ પો છે’ પહેલી ફિલ્મ
સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી, જેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે ‘સોનચિરિયા’ તથા ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો.
પટનામાં જન્મ
સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.
સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો. જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી.
લાસ્ટ પોસ્ટ માતાને યાદ કરતી હતી
છ દિવસ પહેલાં જ પૂર્વ મેનેજરે આત્મહત્યા કરી હતી
નવ જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને મલાડના જનકલ્યાનગરના 12મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સુશાંતે ઈન્સ્ટા સ્ટોરીમાં પૂર્વ મેનેજરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

