એક્ટર સોનૂ સૂદ ફરી આવ્યો લોકોની વહારે, કહ્યું લોકડાઉન થાય કે ન થાય, તમારા રોજગારની ચિંતા મારા પર છોડી દો, ટ્વિટ વાયરલ

કોરોના વાયરસ (Corona virus) ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે. આ લહેર પહેલા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. આ કારણે ફરી એક વખત કેટલીક જગ્યાઓ પર લોકડાઉન (Lockdown)ની સ્થિતિ ઉભી થઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં જ્યારે દેશભરમાં કોરોનાથી બચવા માટે લોકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યુયં હતું. જેના પગલે વધારે મુશ્કેલી પ્રવાસી મજૂરોને થઈ હતી. જેમનું આ દુઃખ  દુર કરવામાં સોનૂ સૂદે (Sonu Sood) મહત્વની ભૂમિકા નિભાવી હતી. અભિનેતાએ લાખો મજૂરોની મદદ કરી હતી. ત્યારે હાલમાં ફરી કોરોના (Corona virus) કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે અભિનેતા ફરી લોકોની મદદે આવ્યો છે. સોનૂ સૂદે(Sonu Sood) આ વખતે કહી દીધું છે કે આ વખતે લોકડાઉન થાય કે ન થાય તમારા રોજગારી ચિંતા મારા પર છોડી દો. અભિનેતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી એક ટ્વિટ કર્યું કરતા કહ્યું છે કે તે બનતી તમામ મદદ કરવાનો પ્રયત્ન કરશે.

અભિનેતા સોનૂ સૂદે રોજગારી માટે એક એપ બનાવી છે. જેનું નામ છે ગુડ વર્કર. જેમને પણ રોજગારીની જરૂરીયાત છે તેમને સોનૂ સૂદે આ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું છે. સાથે જ સોનૂ સૂદે એક નંબર પણ જાહેર કર્યો છે. જેના પર જરૂરીયાતમંદ લોકોને મિસકો કરવાની પણ સલાહ આપી છે. તો બીજી તરફ દેશમાં કોરોના મહામારીના પગલે હાલત બેકાબૂ બનતી જઈ રહી છે. હોસ્પિટલોમાં સૂવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો. એવામાં ફરી એક વખત સોનૂ સૂદ લોકોના મસિહા બનીને સામે આવ્યો છે. ટ્વિટર ઉપર #Sonusood સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સોનૂ સૂદ લોકોની દિલ ખોલીને મદદ કરી રહ્યો છે. જાણે કે તે સેવા પરમો ધરમનું પાલન કરી રહ્યો હોય.

લોકો સોશિયલ મીડિયા દ્વારા અભિનેતા પાસેથી મદદ માંગવામાં કોઈ જ સંકોચ નથી રાખતા અને અભિનેતા પણ જરૂરીયાતમંદ લોકોને ક્યારેય નિરાશ નથી કરતો. સોનૂ સૂદ બોલિવૂડ હિરોની સાથે સાથે પોતાને રિયલ લાઈફમાં હિરો પણ સાબિત કરી દીધો છે. અત્યાર સુધીમાં લાખો લોકોની મદદ કરનાર આ અભિનેતાને દેશભરમાંથી લોકો શુભેચ્છા અને આશિર્વાદ આપી રહ્યા છે. અભિનેતાને લાખો લોકોનો પ્રેમ મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો