અરવલ્લીમાં કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં મહાકાલ સેનાના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું કરુણ મોત

અરવલ્લી જિલ્લામાં (Arvalli) કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં રાજપૂત સમાજના યુવા નેતાનું કરુણ મોત નીપજ્યું હતું.

અરવલ્લી જીલ્લા રાજપૂત સમાજના યુવા અગ્રણી (Arvalli rajput yuva agranai) અને મહાકાલ સેના (Mahakal sena) અરવલ્લી જીલ્લાના અધ્યક્ષ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર તેમજ દરેક સમાજના યુવાનો સાથે સંકળાયેલ સરડોઇના રાજપાલસિંહ રહેવરની (Rajpalsingh rahevar) એક્ટિવાને બોલુન્દ્રા નજીક ભાટકોટા પાસે કારે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉમટી પડ્યા હતા. મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જીલ્લાના યુવાનોના લોકપ્રીય ચહેરો બનેલ રાજપાલસિંહ રહેવરનું અકસ્માતમાં નિધન થતા સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પૂર આવ્યું હતું. જીલ્લામાં યુવા વર્ગે પોતાનો સ્વજન ગુમાવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકડાઉનમાં અનેક ગરીબ પરિવારો ની રોડ પરથી પગપાળા પસાર થતા શ્રમિકોની ખડેપગે સેવાયજ્ઞ ચલાવ્યો હતો. મહાકાલ સેનાના અરવલ્લી અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું અકસ્માતમાં નિધન થતા મહાકાલ સેના ગુજરાતે એક યુવા યોદ્ધા ગુમાવ્યો હતો.

રાજપૂત સમાજે સમાજનો એક યુવા ચહેરો અને બહુમુખી પ્રતીભા ધરાવતા યુવાનને ભારે હૈયે વિદાય આપી હતી. જીલ્લાના યુવા વર્ગે એક પરમ મીત્ર ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરતી અનેક પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો