અમદાવાદમાં બુટલેગર બન્યો બેફામ: દારૂની બાતમી આપનાર યુવતીના ઘર પર પ્લાસ્ટીકની બોટલમાં એસિડ ભરી પહોંચ્યો પછી…

શહેરમા કુખ્યાત આરોપીને જાણે હવે પોલીસ કે કાયદાનો ડર ન રહ્યો હોય તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાય છે. તેવામાં વધુ એક બનાવ વાડજ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં બુટલેગરે એક યુવતી પર એસીડ એટેકની માત્ર ધમકી નહીં પરંતુ એસિડ એટેક કરવા માટે યુવતીના ઘર સુધી પર પહોંચી ગયો હતો. જે અંગે પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડજ વિસ્તારમાં આવેલી હનુમાન પુરાની ચાલીમાં ગત મોડી રાતે એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં દારૂની બાતમી આપનાર યુવતી પર લિસ્ટેડ બુટલેગરે એસિડ એટેકનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની વાત કરીએ તો, હનુમાનપુરાની ચાલીમાં રહેતી યુવતીએ વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમા આરોપી કિરીટ ઉર્ફે જેન્ગો દંતાણીએ યુવતીને ફોન કરી ધમકી આપ્યા બાદ તેના પર એસિડનો હુમલો કરવા માટે પ્લાસ્ટીકની બોટલમાં એસિડ ભરી યુવતીના ઘર સુધી પહોંચી ગયો હતો. જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આરોપી કિરીટ અગાઉ પણ સંખ્યાબંધ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો છે. જેમા દારૂ અને મારામારીના ગુના છે. પરંતુ સ્થાનિકો જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસ આરોપીને છાવરી રહી છે. તે અંગે પણ ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે. પરંતુ આરોપી કિરીટે જ્યારે એસીડ એટેકની ધમકી આપી ત્યાર બાદ સ્થાનિકોએ તેને માર મારતા તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પરંતુ પોલીસ નજીકના ભવિષ્યમાં તેની ધરપકડ કરશે.

એક તરફ કુખ્યાત આરોપી એક બાદ એક ગુનાને અંજામ આપી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ આરોપીને પકડી કડક કાર્યવાહી કરવામાં નબળી સાબિત થઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે જાળવી શકે છે તે એક મોટો પડકાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો