પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારો વિધર્મી પૂર્વ RTO ઈન્સપેેક્ટર નીકળ્યો, કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારા વિધર્મી નિશારખાન જીતુખાન ઘાસુરા પાલનપુરનો પૂર્વ આરટીઓ ઈન્સપેક્ટરને સોમવારે પાલનપુરના બીજી એડિશનલ સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં વિધર્મી શિક્ષિત હોવાથી ટેકનોલોજીના ઉપયોગથી માહિતી છુપાવે તેવી શક્યતાઓ હોવા સહિતના મુદ્દાઓ રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં ન્યાયાધીશે તેના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર ધાણધાના વિધર્મી નિશારખાન જીતુખાન ઘાસુરાની પોલીસે અટકાયત કરી હતી. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સોમવારે પાલનપુરની બીજી એડિશનલ સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ અંગે ફરિયાદીના વકીલ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, ન્યાયાધીશ સમક્ષ રિમાન્ડની માંગણીમાં જણાવાયું હતુ કે, હિંદુ ધર્મની દીકરીઓને લલચાવી – ફોસલાવી ધર્મ પરિવર્તન કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આરોપી શિક્ષિત હોવાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘણી બધી માહિતી છુપાવી શકે તેવી શક્યતાઓ રહેલી છે. માટે જો વધુ રિમાન્ડ આપવામાં આવે તો વધુ ખુલાસા થઇ શકે છે. તેમ કહી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જ્યાં ન્યાયાધીશ કુ. પી. જી. ગોસ્વામીએ 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

વિધર્મી નિશારખાન જીતુખાન ઘાસુરા હાલમાં સુરતમાં આરટીઓ ઇન્સપેકટર વર્ગ – 3 કેડરમાં ફરજ બજાવે છે. જે અગાઉ પાલનપુર આરટીઓ કચેરીમાં પણ આરટીઓ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી હતી. જોકે, તેણે હિંદુ યુવતી સાથે બનાવટી ડોક્યુમેન્ટથી લગ્ન કરતાં પાલનપુર પૂર્વ પોલીસ મથકે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન સોમવારે પોલીસે તેને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ અંગે વકીલ ભાવેશભાઇ રાવલે જણાવ્યું હતુ કે, કોઇપણ કર્મચારી 24 કલાકથી વધારે કસ્ટડીમાં રહે તો તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. જેના પગલે કાયદાનુસાર આ આરોપીને 48 કલાકમાં નોકરીમાંથી હાથ ધોવા પડશે.

હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી નિશારખાન સુખી પરિવારમાંથી આવતો હોઇ વૈભવી જીવન શૈલી ધરાવે છે. જે મોઘીદાટ ગાડીઓનો પણ શોખીન છે. અગાઉ તેણે પાલનપુર તાલુકાના જ એક ગામની તેના સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, હિંદુ યુવતી સાથે તેણે અપરિણિત હોવાના ખોટા દસ્તાવેજ બનાવી લગ્ન કરતાં અને તેના વિરૂધ્ધ ગૂનો નોંધાતા કાયદાના સકંજામાં આવી ગયો છે.

પાલનપુરની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી સર્ટી ફિકેટના આધારે લગ્ન કરનાર વિધર્મી સામે તે જ્યાં ફરજ બજાવે છે. ત્યાં સુરતમાં પણ હિન્દુ સમાજમાં ભારે રોષ ભભુક્યો છે. સુરતમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા આ શખ્સને નોકરીમાંથી બરતરફ કરવા માટે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો