અમદાવાદમાં છુટક મજુરી કરતી મહિલા પર વૈષ્ણદેવી સર્કલ નજીક ઝાડીઓમાં ખેંચી સામૂહિક દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના વિશે…

નવા વાડજની ૩૫ વર્ષીય મહિલા છુટક મજુરી માટે નિકળી હતી અને ૧૬ સપ્ટેમ્બરે તેને અન્ય બે મજુરો કામ માટે લઇ ગયા હતા. વૈષ્ણોદેવી સર્કલ નજીક રીંગરોડ નજીકના રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં શ્રમજીવી મહિલાને ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતુ.

બે આરોપીઓએ દુષ્કર્મ આચરી તેની પાસેનો મોબાઇલ અને રોકડ લૂંટી લીધા હતા. દરમિયાનમાં મહિલા પાસેથી લૂંટેલો મોબાઇલ ફોન એક ૧૨ વર્ષના બાળકે ચાલુ કર્યો હતો આ મોબાઇલની મદદથી ક્રાઇમ બ્રાંચે મોટેરા ખાતેથી રવિવારે દાહોદના આરોપી પપ્પુ હટીલાને પકડી પાડયો હતો.

અન્ય મજુરે પ્લાન બનાવ્યો હોવાનુ બહાર આવતા તેની શોધખોળ હાથ ધરી છે. નવા વાડજ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા અને તેનો પતિ કડીયાકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૧૬ સપ્ટેમ્બરે મજૂરીકામ માટે પતિ-પત્ની નિકળ્યા હતા. આ સમયે પતિને કલરકામની મજૂરી મળી ગઇ હતી.

બાદમાં ૨૫ વર્ષના બે મજૂરો આવ્યા અને મહિલાને પણ મજૂરીકામ માટે વૈષ્ણદેવી સર્કલ પાસે રેલવે પાટા નજીક લઇ ગયા હતા. મહિલા કઇ સમજે તે પહેલા તેને ઝાડીમાં લઇ જઇ બંને મજુરોએ દુષ્કર્મ આચરી મોબાઇલ અને રોકડ લૂંટી લીધા હતા.

ક્રાઇમ બ્રાંચના એસીપી ડી પી ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મહિલા પાસે લૂંટેલો મોબાઇલ એક ૧૨ વર્ષના બાળકે ચાલુ કર્યો હતો. તેની મદદથી આરોપી પપ્પુ માનસીંગ હટીલા(રહે. ચાંદલોડિયા, મૂળ ગામ મોટીખરજ, દાહોદ)ને પકડી પાડયો હતો. પપ્પુએ ૩૦૦ રુપિયામાં મોબાઇલ વેચાણ કર્યો હતો. પપ્પુને એક મજુરે જ આ મહિલા બતાવી અને તેને કામ માટે લઇ જવાની લાલચ આપી લઇ ગયા અને ત્યા દુષ્કર્મ આચર્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો