આરોપી છે કે અતિથિ?: રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ, સોફા પર બેસાડી વિવિધ ફ્રૂટ્સ અને બિસ્લેરીનું પાણી અપાયું, વીડિયો વાયરલ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Uday Shivanand Covid 19 Hospital Fire)માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબો (Doctors)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય નામાંકિત ડૉક્ટરોને જજ એલ.ડી.વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ લોકોના જામીન પર મુક્ત કર્યા છે. બીજી તરફ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશન (Rajkot Malviya Nagar Police Station)નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અગ્નિકાંડના ત્રણેય આરોપી ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટા પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ રૂમમાં રાખવામાં આવેલા સોફામાં આરામ ફરમાવી રહ્યા છે. સાથે જ આરોપીઓ પાસે રાખવામાં આવેલા ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રૂટ પડ્યાં હોવાનું જોઈ શકાય છે.

રાજકોટમાં ગુરુવારે મોડી રાત્રે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીના બનાવ સામે આવ્યો હતો. આ આગજનીના બનાવમાં પાંચ દર્દીઓનાં મૃત્યુ નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવાર માટે સહાય પણ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઇટીની તપાસમાં અગ્નિકાંડ મામલે હૉસ્પિટલ તંત્રની કેટલીક ગંભીર બેદરકારીઓ સામે આવી છે. જે બાદમાં હૉસ્પિટલ તંત્ર સાથે જોડાયેલા પાંચ નામાંકિત ડોક્ટરો વિરુદ્ધ કલમ 304 (અ) તેમજ કલમ 114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

રાજકોટ તાલુકા પોલીસ દ્વારા નામાંકિત ડૉક્ટર પ્રકાશ મોઢા, ડૉક્ટર વિશાલ મોઢા તેમજ ડૉક્ટર તેજસ કરમટાનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટીવ આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસે ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આ વાત ફગાવતા ત્રણેય ડૉક્ટરને પાંચ પાંચ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ ડૉક્ટર તેજસ મોતીસર અને દિગ્વિજયસિંહ જાડેજા પર પોલીસ સતત નજર રાખી રહી છે. બંને આરોપી વિરુદ્ધ ધરપકડ લાયક પુરાવા એકત્ર થાય તો બંનેની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.

કોરોના હૉસ્પિટલોમાં કામ કરતા કર્મીઓને ફાયરની તાલિમ :

ઉદય શિવાનંદ હોસ્પિટલ માં આગજનીના બનાવમાં પાંચ દર્દીનાં મૃત્યુ બાદ આખરે હવે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગી ઊઠ્યું છે. પાંચ દર્દીઓના મોત બાદ આખરે ફાયર વિભાગ દ્વારા આજથી કોરોના સારવાર આપતી હૉસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને ફાયર સેફ્ટીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલિમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે થિયોરિકલ અને પ્રેક્ટિકલ એમ બંને પ્રકારનીત તાલિમ આપવમાં આવશે.

મીડિયા સાથેની વાતચીતમાં ડેપ્યુટી કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. ટ્રેનિંગ આગામી દિવસોમાં પણ શરૂ રહેશે. પ્રાથમિક તબક્કે રાજકોટ શહેરમાં કાર્યરત 24 જેટલી કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપતી હૉસ્પિટલના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવતા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. જે બાદમાં સ્કૂલ અને કૉલેજના કર્મચારીઓને તેમજ વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો