સુરત ફરી શર્મસાર: 5 વર્ષીય માસૂમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ બાદ ખાડામાં દાટેલી ડેડબોડી મળી

સુરતમાં હવસખોરોને છૂટો દોર મળી ગયો હોય તેમ વધુ એક બાળકી હવસખોરોની બલી ચઢી ગઇ હતી. પૂણા ઓવરબ્રિજ નીચે માતાના પડખામાં સૂતેલી પાંચ વર્ષીય બાળકીનું 32 વર્ષીય હવસખોર અપહરણ કરી ગયો હતો. પૂણાગામ ભૈયાનગરમાં આવેલી સેવન સ્ટાર સ્કુલ સામે પાર્કિંગમાં લઇ જઇ બળાત્કાર કર્યા બાદ ગળે ટૂંપો આપી ત્યાં પડેલાં પથ્થર ઉપર બાળકીનું માથું ક્રૂરતાપૂર્વક પછાડી ઘાતકી હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઇ હતી. વિકૃત હવસખોરને પૂણા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો.

મધરાત્રે એક વાગ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. મૂળ ઝાલોદ જિલ્લાનાં વતની અને સુરતમાં કડિયા કામ કરી પેટીયું રળતું દંપતિ 4 સંતાનો સાથે સીતાનગર ચોકડી તરફ જતાં ઓવરબ્રિજ નીચે છેલ્લાં બે મહિનાથી રાત્રે આશ્રય લઇને રહે છે. મંગળવારે રાત્રે દસેક વાગ્યે આ પરિવાર સૂઇ ગયું હતું. રાત્રે એકાદ વાગ્યા બાદ માતાની અચાનક આંખ ખુલી હતી અને પડખામાં સૂતેલી 5 વર્ષીય બાળકી જોવા મળી ન હતી. બાળકીને શોધતું આ પરિવાર રેશ્મા રો-હાઉસ સામે નાઇટ શિફ્ટમાં ઉભી રહેલી પોલીસ પાસે પહોંચતાં પૂણા પોલીસને જાણ કરાઇ હતી.

ઇન્સ્પેક્ટર એ.જે. ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અપહરણના સ્થળથી અડધો કિલોમીટર દૂર આવેલી વિશ્વકર્મા સોસાયટીની સેવન સ્ટાર સ્કુલ સામે આવેલાં પાર્કિંગમાંથી બાળકીની ડેડબોડી મળી આવી હતી. બાળકીના માથાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેની સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હતું.

આરોપીની ધરપકડ બાદ ખાડામાં દાટેલી ડેડબોડી મળી
સીસીટીવી ચેક કરતાં એક શખ્સ આ બાળકીને નગ્ન અવસ્થામાં ખબા ઉપર ઉપાડીને લઇ જતો દેખાઇ આવ્યો હતો. નજીકમાં જ બે યુવાનોએ પણ આ બાળકીને લઇ જતાં શખ્સને જોયો હોઇ પોલીસને તેનું નામ અને તે ક્યાં રહે છે? તે જણાવ્યું હતું. પોલીસ સીધી જ સેવન સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલના ધાબા ઉપર પહોંચી હતી અને ત્યાં સૂતેલાં આરોપી લલનસિંહ ગૌણ (ઉ.વ.32)ને દબોચી લીધો હતો. તેણે આ બાળકીની ગળું દબાવી હત્યા કરી દઇ સામે જ પાર્કિંગના નાનકડા ખાડામાં દાટી દીધાનું જણાવતાં પોલીસે આ ખાડો શોધી તેમાંથી બાળકીની ડેડબોડી બહાર કાઢી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો