દર્દનાક ઘટના આવી સામે! સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા ઉપર પડ્યો 11KV વીજળીનો તાર, સ્કૂટી સહિત જીવતી ભડથું થઈ ટીચર

રાજસ્થાનના (Rajasthan) બાંસવાડા (Banswada) જિલ્લામાં ગુરુવારની સવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી. સવારે સ્કૂટીથી સ્કૂલ જઈ રહેલી એક ટીયર (teacher) ઉપર 11KV વીજળીનો તાર પડ્યો હતો. આ સાથે ઘટના સ્થળે જીવતી સળગી જતાં મહિલા શિક્ષકનું (lady teacher death) કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે તેની સ્કૂટી પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. શિક્ષિકા તડપીને જીવતી સળગી (lady teacher Burning alive) રહી હતી. પરંતુ ઘટના સ્થળે હાજર લોકો બચાવવા આગળ આવ્યા નહીં.

ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યં કે, સવારે 10 વાગ્યે આ ઘટના ઘટી હતી. 25 વર્ષીય નીલમ પાટીદાર નદીના કિનારેથી રસ્તા ઉપર પસાર થઈ રહી હતી. ત્યારે જ ઉપરથી વીજળીનો તાર સ્કૂટી ઉપર પડ્યો હતો. તાર પડ્યાના થોડા સમય પહેલા આ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ ભીંના થયા હતા. જેના કારણે નજીક જઈને મહિલાને બચાવવાની કોઈને હિંમત થઈ ન હતી.

આવી જ રીતે સાસું પણ થયું હતું મોતઃ નીલમની સાસુનું પણ કંઈ આવી જ રીતે મોત થયું હતું. તેની સાસુ બાઈક ઉપર જતી હતી ત્યારે જ વાંદરો કૂદીને તેમની ઉપર પડ્યો હતો. આ ઘટામાં તેમની સાસું મોત નીપજ્યું હતું.

મૃતકને પાંચ વર્ષનો પુત્ર છે અને પતિ ઉદયપુરમાં નોકરી કરે છેઃ મૃતક બાગીદોરાની રહેનારી હતી. જે પ્રાઈમરી સ્કૂલમાં ટીચર હતી. આ જ માર્ચમાં તેના નોકરીના બે વર્ષ પુરા થયા હતા. તેમના પતિ ઉદયપુરમાં નોકરી કરતા હતા. બંનેને પાંચ વર્ષો પુત્ર હતો.

તંત્રની બેદરકારીના કારણે થઈ દુર્ઘટના! ઘટના ઉપર પહોંચેલી ટીમે મહિલાના પરિવારને ઘટનાની જાણ કરી હતી અને લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ વીજળી વિભાગને કોલ કર્યો હતો. પરંતુ આશરે 20 મિનિટ બાદ લાઈટ બંધ કરાઈ હતી. જેનાથી આસપાસના લોકો ગુસ્સે ભરાયા હતા.

છ મહિના પહેલા પણ તૂટ્યો હતો તારઃ લોકોનું કહેવું છે કે, લાઈનના તાર જર્જરીત થઈ ચૂક્યા હતા. વિભાગે મરમ્મતનું કામ પણ કર્યું ન હતું. 6 મહિના પહેલા પણ તાર તૂટતા બે પશુઓના મોત નીપજ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો