રાજકોટ-અમદાવાદ હાઈવે પર એકની પાછળ એક 4 વાહનની ટક્કર, 14 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટથી અમદાવાદ તરફનો હાઈવે અવારનવાર રક્તરંજીત થાય છે. હાલમાં લેનનું કામ ચાલું હોવાને કારણે ખૂબ ટ્રાફિક રહે છે. આ વખતે અમદાવાદ હાઈવે તરફના માલિયાસણ ગામ નજીક વહેલી સવારે એક સાથે ચાર વાહનનો અકસ્માત થયો છે. જેમાં કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થવાને કારણે થોડા સમય માટે બંને તરફના રસ્તાઓ પર બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

દૂર-દૂર સુધી વાહનોની લાઈન લાગી હતી. કારની પાછળ મિનિ બસ, તેની પાછળ ટ્રક અને ટ્રકની પાછળ એક સ્લીપર કોચ બસ અથડાતા બસની કેબિનનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જ્યારે ટ્રકની પાછળના ભાગને મોટું નુકસાન થયું હતું. બસમાં બેઠેલા કુલ 14 લોકોને ઈજા પહોંચી છે. આ બસના ડ્રાઈવર અને કેટલાક મુસાફરોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વેગનઆર કારની પાછળ મીની બસની ટક્કર થઈ હતી. જે બસની ટક્કર થઈ છે તે ખાનગી ટ્રાવેલ્સની બસ છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં અથડાયેલા વાહનો અમદાવાદથી રાજકોટ તરફ આવી રહ્યા હતા.

વેગનઆર કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા વાહનનું જજમેન્ટ ખોરવાયું હતું. પાછળ આવતી મિની બસે પણ અચાનક બસ કંટ્રોલ કરવા બ્રેક મારી હતી ત્યાં પાછળથી આવતા વાહને બસને અડફેટે લીધી હતી. ટ્રકની પાછળ આવતી સ્લીપર કોચ બસને ખૂબ નુકસાન થયું હતું. કુવાડવા પોલીસ સ્ટેશને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલમાં કોઈ વ્યક્તિના મૃત્યુના સમાચાર નથી. પરંતુ, ટ્રાફિકજામને કારણે બંને તરફથી અનેક વાહનો અટવાયા હતા. અગાઉ પણ આ જ વિસ્તારમાં ડમ્પર અને કારનો અકસ્માત થયો હતો. હાઈવે પર ટ્રાફિકને ડાયવર્ટ કરાવવા માટે આસપાસના સ્થાનિકો પણ મદદે આવ્યા હતા.

ઈજાગ્રસ્ત થયેલા લોકોની યાદી

  • ગોકળભાઇ માદડીયા (ઉ.વ.70 રહે. વેકરી, ગોંડલ)
  • હેમીબેન ગજેરા (ઉ.વ.70 રહે. રવની, તા. વંથલી)
  • ચિમનભાઇ પીપળીયા (ઉ.વ.-65, રહે. સુરત)
  • મકબુલભાઇ મહમદહુસેન પઠાણ (ઉ.વ. 52, રહે-અંકલેશ્વર)
  • સુરેશભાઇ નંદલાલ (ઉ.વ.-55)
  • કિરીટભાઇ ભગવાનજીભાઇ (ઉ.વ.-45)
  • ગીતાબેન સુરેશભાઇ (ઉ.વ.-50)
  • મોંઘીલાલ ચુનિલાલ સુથાર (ઉ.વ. 55, રહે-રાજસ્થાન)
  • જીજ્ઞેશ વિમલભાઇ ઘેડીયા (રહે. જામકલ્યાણપુર)
  • પ્રફુલભાઇ શાંતિલાલ
  • સંગીતાબેન પ્રફુલભાઇ મકવાણા (ઉ.વ.-42)
  • લાલજીભાઇ ગજેરા (ઉ.વ. 75, રહે-રવની)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો