વડોદરાના મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, બે પગ કપાઇ જતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના મકરપુરા રોડ પર કાલે વહેલી સવારે 5 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો

મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને કારમાં ફસાયેલા લોકો બહાર કાઢ્યા હતા. જેમાં વડોદરાના મકરપુરા રોડ પર આવેલી એ-52, યોગેશ્વર સોસાયટીમાં ઓમપ્રકાશ નાથુરામ બીજ(72)ના બે પગ કપાઇ ગયા હતા. જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રને નોકરી માટે જવાનું હોવાથી ઓમપ્રકાશભાઇ વેગનાર કાર લઇને સુશેન સર્કલ સુધી મૂકવા માટે ગયા હતા. જ્યાંથી પરત ઘરે જતી વખતે સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા

વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, અકસ્માતનો કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મહત્વની નોંધ : તમારી જિંદગી ખૂબ મૂલ્યવાન છે, તમારો પરિવાર, તમારા સ્વજનો અથવા તમારા સહારે જીવનારા લોકો માટે, વહેલા પહોંચવાની ઉતાવળ, રેસ, ઓવર સ્પિડ, ઓવર ટેક કે રફ ડ્રાઇવિંગ કરીને તમારો અને અન્ય લોકોનો જીવ જોખમમાં ન મૂકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close