કચ્છમાં ટ્રક, રીક્ષા અને બાઈકનો ત્રિપલ એક્સિડન્ટ થતા 10 લોકોના મોત

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ટ્રક માતાના મઢ તરફ જઈ રહ્યો હતો જ્યારે સામેથી આવતી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો પડીકું વળી ગઈ હતી.

ટ્રાફિક જામ જેવા દ્રશ્યો

અકસ્માતને પગલે વાહનોની લાઈનો લાગી હતી. ઘટનાની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનોએ ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું.

રીક્ષા પાસે લાશો અને ઈજાગ્રસ્ત

અકસ્માતને પગલે રીક્ષા અને બાઈક પર સવાર 10 લોકોના મોત નિપજ્યા હતા. જેને પગલે મૃતકોની બંને વાહનો પાસે લાશો અને ઈજાગ્રસ્તોના ઢગલા થયા હોય તેવું દેખાતું હતું. લોકોએ રીક્ષામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ધાયલોને ભુજની અદાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

108ની ચાર ટીમો ઘટના સ્થળે આવી પહોંચતા ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે માનકૂવા પોલીસ પણ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ અકસ્માતમાં મૃતકોને ટેમ્પોમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રીક્ષામાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી તો કુલ 10 લોકોનાં મોત થયા હતા.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો