બેસતાં વર્ષે માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના નીપજયાં મોત

નવા વર્ષે ગીયોડ ગામે અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરતા થયેલા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજયાં છે. ગીયોડ ગામ નજીક બારોટ સાહેબે ફાર્મ પાસે બાઈક પર ત્રણ સવારી જતાં યુવાનોને ઇકો કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક યુવક અને સગીરનું મોત થઈ ગયું હતું જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચિલોડા પોલીસે ગુનો નોંધી કારચાલકને પકડવા તજવીજ શરૂ કરી છે.

ગાંધીનગર જિલ્લાના ગીયોડ ગામમાં આવેલા વડવાળા વાસમાં રહેતા અશોકભાઈ ઠાકોરનો પુત્ર દિપક (ઉ.વ.13), તેમનો ભત્રીજો પ્રકાશ ઠાકોર (ઉ.વ.25) અને તેજા ઠાકોરને બાઈક લઈ નવું વર્ષ હોવાથી ગીયોડ અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત આવતા હતા ત્યારે બારોટ ફાર્મ પાસે ગીયોડ ગામ તરફથી બેફામ સ્પીડે આવેલી ઇકો કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેથી ત્રણેય નીચે પટકાયા હતાં. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા દિપક અને પ્રકાશનું મોત થયું હતું જ્યારે તેજાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો