આણંદના આંકલાવ નજીક પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત, 10થી વધુ ઘાયલ

આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

નોકરીથી પરત આવતા અકસ્માત સર્જાયો: 

મળતી માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમય ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ કામદારો હતાં જેવો નોકરીથી છૂટીને ઘરે આવતા હતા

બોરસદ તાલુકાના સારોલ અને સુરેલી તેમજ આજુબાજુના ગામના કામદારો પાદરા તાલુકામાં આવેલ કંપનીમાં નોકરી અર્થે ગયા હતા જેથી તેઓ પરત આવતા હતા આમ નોકરી પરથી પરત આવતી વખતે ગંભીરા પાસે આવેલ પેટ્રોલપંપ આગળ તેઓની પીકઅપ એક મોટા ડમ્પર સાથે અથડાઇ હતી જેને લઈને પાછળના બધા બેઠેલા લોકો ફંગોળાઇને રોડ પર પડી ગયા હતા જેને લઇને મોટાભાગના લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે કેટલાક લોકોને સારવાર અર્થે આંકલાવ લાવતા રસ્તામાં જ દમ તોડી નાખ્યો હતો.

ભાજપના આણંદ લોકસભાના ઉમેદવાર બકાભાઇ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ દવાખાનામાં દોડી આવ્યા હતા

ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા આણંદ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર બકાભાઇ પટેલ પણ સરકારી દવાખાનામાં દોડી આવ્યા હતા જ્યાં તેઓએ તમામ દર્દીઓને પૂછપરછ કરીને તેઓને આશ્વાસન આપ્યું હતું અને તમામ લોકોને યોગ્ય સારવાર થાય તે માટે તંત્રને રજૂઆત કરી હતી ભાજપમાંથી પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ તેમજ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ આવી પહોંચીને જે મૃતક પામેલા લોકોના સ્વજનોને આશ્વાસન આપીને હિંમત રાખવાનું જણાવ્યું હતું.

પૂર્વ કેન્દ્ર મંત્રી ભરતસિંહ સોલંકી અને અમૂલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર પણ ઘાયલ થયેલા લોકોની મુલાકાતે દોડી આવ્યા

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તેમજ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડા આંકલાવ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંભુભાઇ પટેલ વગેરે આગેવાનો આ ઘટનાની જાણ થતા તાબડતોડ સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

જ્યાં તેઓએ આવીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને આશ્વાસન આપ્યું હતું પણ તેઓ દ્વારા તમામ ઇજનેર થયેલા લોકોને યોગ્ય અને કાળજીપૂર્વક સરકારી સારવાર મળે તે હેતુથી સ્થાનિક ડોક્ટર તેમજ સ્થાનિક પ્રશંસા સાથે વિસ્તારતથી ચર્ચા કરીને હતી અને તેઓને ખૂટતી તમામ મદદ કરવા માટે આશ્વાસન આપ્યું હતું તે ઉપરાંત ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમે તમારી સાથે છીએ તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને અમે તમામ બનતી તમામ કોશિશો કરી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો