અંજારના ખેડોઇ નજીક ગમખ્વાર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મોત

અંજારના ખેડોઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા બોલેરો જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે.

અકસ્માત આજે બપોરે સર્જાયો હતો જેમાં બોલેરો જીપ સાથે ટ્રક અથડાતા બોલેરો જીપમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રોંગસાઇડમાં આવતા આ અકસ્માત સર્જાયો હોવાનુ  સામે આવ્યુ છે. ટ્રક નંબર GJ-12-AB-0403 આજે અંજાર તરફ આવી રહી હતી ત્યારે ખેડોઇનો પરિવાર અંજારથી બોલેરો જીપ GJ-12-AE-2823 લઇ ખેડોઇ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક નાના બાળક સહિત કાન્તીલાલ પટેલ પરિવારના પાંચ સભ્યોના આ ઘટનામાં મોત થયા છે. જો કે હજુ પોલિસ અકસ્માતની કાર્યવાહીમાં હોવાથી વધુ વિગતો મળી શકી નથી. પરંતુ પાંચ વ્યક્તિના મોતની પુષ્ટિ અંજાર પોલિસના સત્તાવાર સુત્રોએ કરી છે.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એજ પ્રાથના… ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો