કાલાવડના ભાવુભા ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના ઘટનાસ્થળે જ મોત, 2 ગંભીર

કાલવડથી 15થી 20 કિલોમીટર દૂર જામકંડોરણા તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા પાંચ થી છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને ત્રણને ગંભીર ઇજા પહોંચી છે. બનાવના પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતોઅને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે, પાંચના મોત છે અને ત્રણ ઘાયલ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હોસ્પિટલ ખસેડાયા છે.

તમામ મૃતકો જામનગરના

અકસ્માતમાં કમકમાટીભર્યા પાંચના મોત નીપજ્યા છે તે તમામ જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. આ ઘટનાથી આસપાસના ગામલોકો દોડી આવી ઇકો કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસ આવી વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.ઇકો કાર જૂનાગઢથી જામનગર પરત ફરી રહી હતી તે સમયે અક્સમાતનો ભોગ બની હતી.ટ્રકનો નંબર જીજે 08 યુ 1175 છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો