અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના મોત

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઝાકળ નડ્યો કે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો તે તપાસનો વિષય

વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં કારચાલકને ઝાકળ નડ્યો છે કે પછી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. કારની ઝડપ વધારે હોવાથી કારનો આગળના ભાગને પૂરી રીતે નુકસાન પહોંચ્યું છે અને બોનેટનો ભાગ ભુક્કો થઇ ગયો છે.

મૃતકોના નામ

  • ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.38)
  • કનકભાઇ ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.35)
  • મિહિર ગૌરાંગભાઇ કાનપરીયા (ઉ.8 માસ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો