ધોરાજી જૂનાગઢ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના માથા છુંદાઈ જતા સ્થળ પર જ કમકમાટીભર્યા મોત, ઘટના CCTVમાં કેદ

રાજકોટ જિલ્લામાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. લગ્નમાંથી પરત ફરેલા ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણ યુવાનના મોત નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત એટલો વિચલીત હતો કે, યુવાનોના માથા છૂંદાઈ ગયા હતા, સ્થળ પર હાજર લોકો પણ જોઈ ના શકે તેવી હાલત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના વંથલી ગામના ત્રણ જેટલા મુસ્લિમ યુવાનો ધોરાજી ખાતે લગ્ન પ્રસંગ અર્થે આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે રાત્રીના સાડા અગિયાર વાગ્યે નીકળ્યા હતા. આ દરમિયાન ધોરાજી જૂનાગઢ રોડ પર આવેલા વે બ્રિજ પાસે બે બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જ્યારે કે અકસ્માતમાં ઈજા પામેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે સૌપ્રથમ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી તો સાથે જ ઘટનાના કારણે એકઠા થયેલા લોકોના ટોળાને વિખેરવા નો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે આઈપીસીની કલમ 279, 304, 337, 338 સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલક ની શોધખોળ શરૂ કરી છે. આ સિવાય પોલીસને અકસ્માતના સીસીટીવી મળી આવ્યા છે, ટુંક સમયમાં જાહેર કરશે.

પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્તાક મિયા વંથલીમાં મજૂરી કામ કરતો હતો જેણે સંતાનમાં ત્રણ જેટલા બાળકો પણ છે ત્યારે પિતાનું અવસાન થતાં ત્રણ જેટલા બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે મૃત્યુ પામેલા અન્ય બે યુવાનો અપરણિત હોવાનું સામે આવ્યું છે. આમ, વંથલીના ત્રણ જેટલા મુસ્લિમ યુવાનો ના મૃત્યુ નિપજતા મુસ્લિમ સમાજમાં ગમગીની નો માહોલ છવાયો છે. મૃત્યુ તમને ત્રણ યુવાનો માં એક યુવાનનું નામ સોહીલ હોવાનું સામે આવ્યું છે જે તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બનાવ બાબતે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હોવાનું સામે આવ્યો છે, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલકને પકડવા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો