અરવલ્લીમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, મામેરું લઈ જતાં પરિવારના ટ્રેક્ટરને માલપુરની વાત્રક નદીના બ્રીજ પર અકસ્માત નડ્યો, લોકો નદીમાં ખાબકતા 6ના મોત અને 21 ઘાયલ

ગુજરાતમાં જાનૈયાઓને લઈ જતાં વધુ એક વાહનને જીવલેણ અકસ્માત બન્યો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીનાં બ્રિજ પર જાનૈયાઓને લઈ જતાં ટ્રેક્ટરને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. તો આ મામલે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે બાદ વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. નદીમાં પાંચ લોકો ગુમ થયા હોવાની આશંકા છે, જે બાદ 6 વ્યક્તિઓની લાશ મળી આવી છે. હજુ અન્ય લોકોને શોધવા તપાસ ચાલી રહી છે.

સોમવારે સાંજે મેઘરજના બેલ્યો ગામથી વીરાભાઇ મોંઘાભાઇ ચમાર અને તેમના ત્રણ ભાઈઓ માલપુરના મહીયાપુર ગામે તેમના બહેન લાડુબેન જેઠાભાઇ પરમારના ઘરે પુત્રના લગ્ન હોવાથી પરિવારજનો અને ગ્રામજનો 32 જેટલા લોકો ટ્રેક્ટરમાં મામેરું લઈ નીકળ્યા હતા. માલપુર નજીક વાત્રક પુલ પરથી પસાર થતાં પાછળથી આવતા ડમ્પરે (ટ્રકે) ટક્કર મારતા ટ્રેક્ટર પુલની દીવાલ સાથે અથડાતા પુલની રેલિંગ તૂટતાં ટ્રેક્ટરમાં બેઠેલા 6 લોકો નદીમાં ખાબક્યા હતા. સદનસીબે ટ્રેક્ટર દીવાલને અથડાઈને અટકી ગયું હતું.

અકસ્માતને પગલે પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે

અકસ્માતના પગલે ટ્રેક્ટરમાં બેઠેલા લોકોની ચિચિયારીઓ ગુંજી ઉઠતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટ્રેક્ટરમાં બેઠેલા 5 લોકો નદીમાં ખાબક્યા હોવાનું જણાવતા લોકોએ 108 ઇમર્જન્સી અને માલપુર પોલીસને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.

તરવૈયાઓએ મૃતદેહો નદીમાંથી કાઢ્યા

ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમને સૌપ્રથમ હિમેશ પરમારની લાશ મળી આવ્યા પછી વધુ ત્રણ યુવકોના મૃતદેહ શોધવામાં ફાયરબ્રિગેડ એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓ સફળ રહ્યા હતા. તેમણે 4 મૃતદેહને કાઢીને પીએમ માટે માલપુર સીએચસીમાં ખસેડ્યા હતા. બપોર પછી વધુ એક યુવકની લાશ મળી આવતા તમામના મૃતદેહને પીએમ માટે માલપુર સીએચસીમાં ખસેડી અન્ય મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક બાળકીનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા અકસ્માતમાં કુલ 6 થયો હતો.

એનડીઆરએફની ટીમ પણ દોડી ગઈ

ટ્રેક્ટરમાં બેઠેલા 5 લોકો નદીમાં ખાબકતા અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાતા સતત 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ અને અન્ય એમ્બ્યુલન્સના સાયરનના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. લગ્ન પ્રસંગ માતમમાં છવાતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. જિલ્લા પોલીસતંત્ર વહીવટી તંત્ર ફાયરબ્રિગેડ ટીમ અને સેવાભાવી લોકો આખી રાત વાત્રક નદી ખૂંદી નાંખી હતી. ઘટનાની ગંભીરતાના પગલે એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી દોડી આવી નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ હાથધરી હતી.

મૃતકોના નામ

  • હિમેશ કનુભાઈ પરમાર (ઉં.વ. આશરે-14)
  • અંકિત કાળુભાઇ પરમાર (ઉં.વ. આશરે-17)
  • મહેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉં.વ. આશરે-30)
  • રાજદીપ ભાનુભાઇ પરમાર (ઉં.વ. આશરે-17)
  • જયેશ કાંતિભાઈ પરમાર (ઉં.વ. આશરે-17)
  • પિન્કીબેન કાંતિભાઈ પરમાર (ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો