ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતા બે પાટીદાર ભાઈઓના કરૂણ મોત

હિંમતનગર-ધનસુરા હાઇવે રોડ પરના ચંદ્રરાકંપા પાટીયા નજીક ગુરુવારે મોડી સાંજે હિંમતનગર તરફ આવી રહેલ અલ્ટોકાર રોડ પર ઉભા રહેલ રીફલેક્ટર વગરના ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર બે સગાભાઇના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.. ગુરુવાર ધનસુરાના રમોસ ગામના જ્યંતિભાઇ દેવકરણભાઇ પટેલ અને વિનુભાઇ દેવકરણભાઇ પટેલ બંને જણા અલ્ટોકાર (નં. જી.જે-9-બી.એ.7159) લઇને હિંમતનગર તરફ આવી રહ્યા હતા.

અલ્ટોકાર ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું

કાર ટ્રોલી સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

દરમિયાન ચંદ્રપુરાકંપા પાટીયા નજીક મોડી સાંજે સવા આઠેક વાગ્યાના સુમારે રોડ ઉપર ટ્રેક્ટરે (નં.જી.જે-2-એ.જી-8348) રિફલેક્ટર વગરની ટ્રોલી સાથે ઉભુ રાખેલ હતુ અને ચાલક વિનુભાઇને સામેથી આવતા પ્રકાશમાં ટ્રોલી ન દેખાતા અલ્ટોકાર ધડાકાભેર ટ્રોલી સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં બેઠેલા જ્યંતિભાઇ પટેલ અને વિનુભાઇ પટેલને શરીરે ઇજાઓ થતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયુ હતુ.

ધનસુરાના રમોસ ગામના બે સગાભાઇઅોના મોત

ગામ શોકમાં ફેરવાયું

આ અંગે બાબુભાઇ પટેલે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રમોસ ગામના બે સગાભાઇઓના કરૂણ મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યુ છે અને ગામમાં શોકની કાલીમા ફરી વળી છે.

પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી

મૃતક ભાઇઓના નામ

1. જ્યંતિભાઇ દેવકરણભાઇ પટેલ
2. વિનુભાઇ દેવકરણભાઇ પટેલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો