સુરતમાં બે પુત્રો સાથે બાઈક પર નીકળેલા પિતાનો ટ્રક સાથે એક્સિડન્ટ થતા એક પુત્રનું મોત, બીજા પુત્રનો ચમત્કારિક બચાવ

કડોદરા હાઇ વે પર ટ્રક અને બાઈકની વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે ચડેલા અને બાઈકમાં જતાં પિતા-પુત્ર માંથી બે પુત્રો અને પિતા પૈકી એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પિતાને સામાન્ય ઈજા અને બીજા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.

અકસ્માત બાદ સારવાર માટે સિવિલ લવાયા

મોહનસિંગ પરમાર બે પુત્રોને બાઇક નંબર (GJ 5EW 4612) પર લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાળમુખી ટ્રક નંબર (GJ 15Z 1161)ની અડફેટે આવી ગયાં હતાં. મધરાત્રે થયેલા આ અકસ્માત બાદ બે પુત્રો અને પિતાને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જ્યાં 12 વર્ષના પ્રવીણ ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે અકસ્માતમાં પિતાને સામાન્ય ઇજા અને બીજા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મોહનસિંગ રાજસ્થાન ઉદયપૂરના રહેવાસી અને કાપડ માર્કેટમાં સાડી કટિંગના કામ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.પ્રવીણની ઉંમર 5 વર્ષ છે અને જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે તેનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા પુત્ર દિનેશ ઉ.વ. 4નો ચમત્કારિક બચાવ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો