સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસોનો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત મહિલાને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લવાઈ

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ બસ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમીની રજાના પગલે પ્રવાસીઓના ઘસારા વચ્ચે રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી છે.

એક મહિલાને હેલિકોપ્ટરથી અમદાવાદ ખસેડાઈ

મળતી માહિતી પ્રમાણે, રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેથી બસમાં સવાર 25થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો એકઠાથઈ ગયા હતા. અને તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ગરૂડેશ્વરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 6 ઈજાગ્રસ્તોને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.એક મહિલાની હાલત વધુ ગંભીર થતા વડોદરાથી અમદાવાદ હેલિકોપ્ટર દ્વારા મોકલવામાં આવ્યા છે. 18 વર્ષની કીનીબેન પટેલને સ્ટેચ્યુના હેલિકોપ્ટરમાં વધુ સારવાર માટે લઇ જવાયા છે. હાલ અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે.તમામ પ્રવાસીઓને સારવાર માટેનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા ભોગવવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

બસને હટાવવાના પ્રયાસ

જન્માષ્ટમીની રજામાં 25000 જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દરમિયાન બસના અકસ્માતના પગલે સ્ટેચ્યુ જવાના રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પ્રવાસીઓને સ્ટેચ્યુ જોવા પગપાળા જવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને ક્રેઈન દ્વારા બસને હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કરવાની કામગીરી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો