સુરતમાં ACBના દરોડા, નાયબ મામલતદાર સહિત 3 લોકો 9 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
સુરતમાં (Surat) સતત સરકારી અધિકારી કોઈ પણ કામ માટે લાંચ માંગતા હોય છે ત્યારે આવા અધિકારી પકડી પાડવા માટે સતત સુરત એસીબી (Surat ACB) ઓફિસ કાર્યરત રહી છે. ત્યારે આજે જમીન માપણી માટે જમીન મલિક પાસે રૂપિયા 18 લાખની બે અધિકારી દ્વારા માંગણી કરવામાં આવી હતી. જોકે જમીન માલિકે પહેલા રૂપિયા 9 લાખ એડવાન્સ અને કામ પતિ ગયા બાદ બીજા 9 લાખ આપવાનું નક્કી કરતા આ મામલે સુરત એસીબી ફરિયાદ કરી હતી. જોકે આ બંને અધિકારીને પોતાના (ACB Raid on land officers of surat) વચેટિયા મારફતે લાંચ લેતા આજે રંગે હાથ ઝડપાઇ જતા એસીબી વચેટિયા સાથે બંનેવ અધિકારી અટકાયત કરી છે
સુરત આમતો દેશમાં પોતાની અલગ ઓળખ માટે જાણીતું છે ત્યારે અહીંયા લોકો ધૂમ રૂપિયા કમાય છે તેવામાં કોઈ પણ સરકારી કામ કરવા જાવ ત્યારે સરકારી કર્મચારી રૂપિયાની માંગણી કરતા હોય છે ત્યારે સુરત માં પુણા ખાતે પોતાની જમીન ધરાવતા જમીન માલિક પોતાની જમીન ની માપણી કરવા માટે સુરત બહુમાળી ખાતે આવેલ હક્ક ચોકસી જીલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઇ.એલ.આર.) એક અરજી કરી હતી.
સુરત આમતો દેશમાં પોતાની અલગ ઓળખ માટે જાણીતું છે ત્યારે અહીંયા લોકો ધૂમ રૂપિયા કમાય છે તેવામાં કોઈ પણ સરકારી કામ કરવા જાવ ત્યારે સરકારી કર્મચારી રૂપિયાની માંગણી કરતા હોય છે ત્યારે સુરત માં પુણા ખાતે પોતાની જમીન ધરાવતા જમીન માલિક પોતાની જમીન ની માપણી કરવા માટે સુરત બહુમાળી ખાતે આવેલ હક્ક ચોકસી જીલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઇ.એલ.આર.) એક અરજી કરી હતી.
જોકે જમીન માપણી કરવા પહેલા રૂપિયા 9 લાખ એડવર્સ અને કામ પૂર્ણ થયા બાદ બીજા 9 લાખ રૂપિયા આપવાની જમીન માલિક ને કહ્યું હતું જોકે જમીન મલિક આ અધિકારી રૂપિયા આપવા માંગતા નહિ હોવાને લઈને તેમને સુરત એસીબી નો સંપર્ક કરી આ મામલે ફરિયાદ આપી હતી જોકે એસીબી દ્વારા તમામ પુરાવા એકત્ર કરીને લાંચ ની રકમ આપવા માટે સમય અને જગિયા નક્કી કરીને છટકું ગોઠવામાં આવ્યુ હતું.
જોકે આ બંને અધિકારી પોતાના વચેટિયા ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા અને રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા લાંચની રકમ લેવા માટે જજીસ કોલોનીના બહાર આવેલ બસ સ્ટેન્ડની સામે, જાહેર રોડ ઉપર નાનપુરા સુરત ખાતે આવિયા હતા જેમાં હક્ક ચોકસી અધિકારી અને ઇન્ચાર્જ જીલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી રિતેશ બાલુભાઇ રાજપરા પોતાના લાંચની રકમ લેવા માટે વચેટિયા તરીકે ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા જયારે નાયબ મામલતદાર, વર્ગ- ૩, જનસેવા કેન્દ્ર, પુણા અધિકારી જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા પોતાની લાહ રકમ લેવા માટે પોતાના વચેટિયા રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા, મોકલીયા હતા જ્યાં લાંચની રકમ લેતા આ બંને વચેટિયાને એસીબી રૂપિયા 9 લાખ લેતા ઝડપી પાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

