રિશ્વતખોરોને પકડનાર જ નિકળ્યો રિશ્વતખોર, જુનાગઢ એસીબીના પીઆઇ જ 18 લાખની લાંચ લેતા એસીબીના હાથે આબાદ ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી લાંચ લેતા લોકોને ઉઘાડા પાડી તેમની સામે ગુનો દાખલ કરવાની છે. આ સંજોગોમાં જૂનાગઢ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ ડી. ડી. ચાવડા સામે ખુદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવવાની ફરજ પડી હતી. ચાવડા ગૌશાળાના એક કેસની તપાસ માટે રૂ. 18 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીને પોતાના જ ઈન્સપેકટર સામે લાંચનું છટકું ગોઠવ્યું હોય તેવી રાજયની આ પ્રથમ ઘટના છે.

નીલ રિપોર્ટ આપવા માટે ચાવડાએ રૂ. 18 લાખની લાંચની માંગણી કરી હતી

થોડા સમય પહેલા જૂનાગઢની એક ગૌશાળામાં ચાલતી ગેરરીતિ બાબતે એસીબીને જાગૃત નાગરિકે આપી હતી. આ તપાસ જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી.ચાવડાને સોંપાઈ હતી. આ તપાસ અહેવાલમાં જવાબદારોને બચાવીને નીલ રિપોર્ટ આપવા માટે ચાવડાએ રૂ. 18 લાખની લાંચની માંગણી કરી હતી. જેના અનુસંધાને એસીબીના વડા કેશવકુમારને જાણ કરાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને અત્યંત ગુપ્તરાહે આ મામલે કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેને પગલે નિષ્ઠાવાન અધિકારીઓની એક ટીમને આ મામલામાં સામેલ કરી જૂનાગઢ મોકલાઈ હતી. બાદમાં ફરિયાદીની મદદથી છટકું ગોઠવીને ચાવડાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા.

ડી ડી ચાવડા જૂનાગઢના કુખ્યાત અધિકારી

લાંચ લેતા પકડાયેલા એસીબીના પીઆઈ ડી.ડી. ચાવડા અઢી વર્ષથી જુનાગઢ એસીબીમાં ફરજ બજાવે છે. વચ્ચે તેમની બદલી રાજકોટ થઈ હતી. થોડા સમયમાં જ તેમની ફરી જુનાગઢમાં જ બદલી કરાઈ હતી. ચાવડા સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી આર્થિક લાભ લેવાનું ચૂકતા નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો