‘મસાજ પાર્લર ચલાવવું હોય તો પૈસા આપવા પડશે’, સુરતના પુણા પોલીસના બે કર્મચારી વિરુદ્દ એસીબીએ લાંચ મામલે ગુનો દાખલ કર્યો

સુરત શહેરમાં પોલીસ કર્મચારી લાંચ માંગતા હોવાના કિસ્સા અનેક વખત સામે આવી ચુક્યા છે. જોકે દિવાળી સમયે મસાજ પાર્લરના માલિક પાસે લાંચ પેટે રૂપિયા માંગ્યા હતા. જોકે મસાજ પાર્લર માલિકે આ મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી અને છટકું ગોઠવામાં આવ્યુ હતું પણ લાંચ માંગનારા બે પોલીસ કર્મચારી રૂપિયા લેવા નહીં આવતા આખરે પુરાવાના આધારે એસીબી વિભાગે આ બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સુરતમાં સતત પોલીસ કર્મચારી લાંચ માંગતા અને લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ચૂકયા છે, ત્યારે સુરતના પુણા પોલીસ મથકના બે કર્મચારી વિરુદ્દ એસીબી વિભાગે રૂપિયા 60 હજારની લાંચ માંગ્યાનો ગુનો દાખલ કર્યો છે. સુરતના પુના વિસ્તારમાં અભિલાષા હાઇટસ, પરવત પાટીયા પાસે હેર માસ્ટર સલુન, નામની દુકાન ધરાવતા દુકાન માલિક મસાજ પાર્લર અને સલુનની દુકાન ચલાવતા હોય, અને દિવાળીનો તહેવાર આવતો હોય જેને લઈને પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા, અને તેની સાથે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પ્રકાશભાઇ મોતીભાઇ દેસાઇ દ્વારા દુકાન માલિક પાસે એક દુકાનના 15 હજાર રૂપિયા માંગ્યા હતા.

જોકે તેમને ચાર દુકાન હોવાને લઈને રૂપિયા 60 હજારની માંગણી કરી હતી, રકઝક બાદ રૂ.૨૫,૦૦૦/- ની લાંચની રકમ નક્કી કરવામાં આવેલ, અને લાંચની રકમ નહી આપો તો તમારી ઉપર કેસ કરીશુ અને હેરાન થાશો તેમ કહીને ધમકાવામાં આવ્યા હતા. જોકે દુકાન માલિકે આ બંને પોલીસ કર્મચારીને તારીખ 4-11ના રોજ રૂપિયા 10 હાજર આપ્યા હતા અને બંને પોલીસ કર્મચારી દ્વારા દુકાન મલિક પાસે રૂપિયા 15 હજારની સતત માંગણી કરવામાં આવતી હતી.

આખરે કંટાળી દુકાન માલિકે આ મામલે એસીબીમાં બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી એસીબીએ 15 હજારની લાંચ મામલે બંને પોલીસ કર્મચારી માટે છટકું ગોઠવ્યું હતું. જોકે ૦૫/૧૧/૨૦૧૮ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીઓએ લાંચની રકમ સ્વીકારેલ નહી. જેથી એસીબી દ્વારા આ બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ લાંચની રકમની માંગણી કરેલ, હોવાના પુરતા પુરાવા તપાસ દરમ્યામ મળી આવેલ હોઈ, પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ સરકાર તરફે ફરીયાદી બની ગુન્હો દાખલ કરાવ્યો છે, અને આ બંને પોલીસ કર્મચારીની ધરપકડ એસીબી વિભાગ કરે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો