રાજકોટમાં ACBએ બે GST અધિકારીઓને રૂ.3.50 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપ્યા

ગુજરાતમાં વધુ એક વાર સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. થોડા સમય અગાઉ અમદાવાદથી ઈડીના અધિકારીઓ લાંચકાંડમાં ઝડપાયા હતા. જે બાદ હવે રાજકોટમાંથી જીએસટીના બે અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાયા છે. આ ઉપરાંત વચેટિયો પણ એસીબીની ઝડપમાં આવી ગયો છે. અધિકારીઓએ ટ્રક રોકી ઈ-વે બિલ ખોટા હોવાનું કહીને 8 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લાંચકાંડની વાત કરીએ તો એક વેપારીના પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હતો. તે દરમિયાન વિક્રમ દેવરખીભાઇ કનારા રાજય વેરા અધિકારી, વર્ગ- ર અને અજય શીવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩, નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ દ્વારા બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહ્યું હતું.

જો કે વેપારી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ આરોપીઓએ વચેટિયા મારફતે વેપારી તથા તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ. 8,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. બાદમાં રકજકના અંતે આરોપીઓએ ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી રૂ.4,૦૦,૦૦૦/-ની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધેલ અને આ લાંચના નાણાં પૈકી સરકારી અધિકારીઓ વતી વચેટિયાએ રૂ.50,૦૦૦/- બીજા દિવસે સ્વીકારેલ અને બાકી રહેતા રૂ.3,5૦,૦૦૦/-ની વેપારી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી કરતા અને ફરીયાદી આવી રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરી હતી.

ફરીયાદના આધારે એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ લાંચના છટકામાં વિક્રમ દેવરખીભાઇ કનારા, અજય શીવશંકરભાઇ મહેતા અને વચેટિયા મનસુખલાલ બચુભાઇ હીરપરા અગાઉ થયેલ વાતચીત મુજબના રૂ.૩,૫૦,૦૦૦/- હાજરીમાં માંગણી કરી સ્વીકારી, ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના છટકા દરમિયાન પકડાઇ ગયા હતા. એસીબીએ આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો